________________ ૐ હી અહં નમઃ નમો નમઃ શ્રી ગુરુ પ્રેમસૂરયે øાપઠશ્રેણિ નિગોદથી સિદ્ધશિલાની મુસાફરી % 99 - હેમચંદ્રસૂરિ “ક્ષપકશ્રેણિ” કેટલો શ્રેષ્ઠ શબ્દ, કેવું ઉત્તમ પદ, જેઓ જૈન તત્ત્વજ્ઞાનથી થોડા પણ પરિચિત છે, તેઓ આ શબ્દનું મહત્ત્વ સમજે છે. ઋષભદેવ પ્રભુની સ્તુતિમાં કવિ જણાવે છે - “સવિ જિન સુખકારી, મોહ મિથ્યા નિવારી; | દુર્ગતિ દુઃખ ભારી, શોક સંતાપ વારી; શ્રેણિ ક્ષેપક સુધારી, કેવલાનંત ધારી; નમિયે નર-નારી, જેહ વિશ્વોપકારી.” સર્વ જિનેશ્વરો વિશ્વને સુખકારી છે. તેઓએ મોહ-મિથ્યાત્વનું નિવારણ કરી, દુર્ગતિના દુઃખો દૂર રહી ( કર્યા, શોક સંતાપ પણ દૂર કર્યા. તેઓએ સુંદર ક્ષપકશ્રેણી માંડી અને કેવલજ્ઞાન (અનંતજ્ઞાન) પ્રાપ્ત કર્યું. વિશ્વની ઉપર ઉપકાર કરનાર આવા તીર્થંકર પ્રભુઓને આપણે ભાવપૂર્વક નમસ્કાર કરીએ. ક્ષપકશ્રેણિનો થોડો અર્થ વિચારીએ. ક્ષપકશ્રેણિ એટલે કર્મની ક્ષપણા કરતી વર્ધમાન વિશુદ્ધિવાળી અધ્યવસાયોની શ્રેણી. અધ્યવસાય એટલે મનના પરિણામો, મનના ભાવો... અનંત ભવોથી ભટકતા કોઈ ભવ્ય જીવને એવી એક ક્ષણ પ્રાપ્ત થાય છે જે ક્ષણમાં ભાવો ઉછળતા (aa રહે છે અને વિશુદ્ધિ પ્રતિસમય અનંતગણ વર્ધમાન થતી હોય છે. આ અનંતગુણા વધતા ભાવો દ્વારા ક્ષણમાત્રમાં જીવ કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં નિમિત્તભૂત અને કેવલજ્ઞાનની પૂર્વની ક્ષણોમાં પ્રતિસમય અનંતગુણ વર્ધમાન વિશુદ્ધિવાળા તીવ્ર અધ્યવસાયોની જે આ શ્રેણિ તે જ ક્ષપકશ્રેણિ... ક્ષપકશ્રેણિનું ફળ કેવલજ્ઞાન શાસ્ત્રકારો તો ક્ષપકશ્રેણિના અધ્યવસાયની એટલી બધી તીવ્રતા બતાવે છે કે એક જ જીવની ) ક્ષપકશ્રેણિમાં જગતના સર્વ જીવોના સર્વ પાપોનો ક્ષય કરવાની શક્તિ છે. વસ્તુસ્વભાવ એવો છે કે એક