________________ પૂજયપાદ સિદ્ધાંતમહોદધિ સ્વ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ આપણા પ્રાચીન કર્મસાહિત્ય પર વિશાળ વિવેચનો શિષ્યો-પ્રશિષ્યો વગેરે દ્વારા તૈયાર કરાવ્યા. એમાં સૌથી પ્રથમ ગ્રંથ એ ક્ષપકશ્રેણિનો હતો. સં. 2015 ના ચાતુર્માસમાં વિશાળ કર્મસાહિત્યના સર્જનનો પ્રારંભ આ ક્ષપકશ્રેણિ ગ્રંથથી કરાયો. તે વખતે ગુજરાતીમાં વિવેચન રૂપે આ લખાણ તૈયાર કરાવેલ. તે મુનિરાજશ્રી જયઘોષવિજયજી મહારાજ (હાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરિ મહારાજ), મુનિરાજશ્રી ધર્મજિવિજયજી મહારાજ (હાલ સ્વ. આચાર્ય વિજય ધર્મજિસૂરિ મહારાજ) અને મુનિરાજશ્રી હેમચન્દ્રવિજયજી મહારાજ (હાલ આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ મહારાજ)એ તૈયાર વિજયજી (હાલ આચાર્ય વિજય ગુણરત્નસૂરિજી) મહારાજે પ્રાકૃત ગાથાઓ-સંસ્કૃત ટીકા સાથે તૈયાર કરેલ “વાસેઢી'' નામના સૌ પ્રથમ ગ્રંથનું “ફિવંથ’’ ગ્રંથની સાથે પૂજ્યપાદ સ્વ. પરમગુરુદેવ પ્રેમસૂરીશ્વરજી મહારાજ આદિ વિશાળ પરિવારની નિશ્રામાં સં. 2022 માં અમદાવાદ ખાતે ઉત્સવપૂર્વક પ્રકાશન થયેલ. ગુજરાતી વિવેચન એમ જ પડી રહ્યું. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય વિજય જયઘોષસૂરિ મહારાજાએ આ લખાણને પ્રકાશિત કરવા ભલામણ કરી, જેથી સંસ્કૃત ભાષાના અજ્ઞાત જીવોને પણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. મુનિશ્રી રત્નબોધિ વિજયજીએ ખૂબ જ પરિશ્રમ કરી આનું સંપાદન કરેલ છે અને અમારા સદ્ભાગ્યે આ ગ્રંથના પ્રકાશનનો લાભ અમને મળેલ છે. બાવન વર્ષ પૂર્વે સ્વ. પરમગુ પ્રેમસૂરીશ્વરજી મ.ની પુણ્ય નિશ્રામાં તૈયાર થયેલ, તેમની દૃષ્ટિથી સંશોધિત થયેલ આ ગ્રંથને પ્રકાશિત કરતા અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથમાંના ચિત્રો “વાસેટી' ગ્રંથમાંથી સાભાર લીધેલ છે. તે બદલ આચાર્ય વિજય ગુણરત્નસૂરિજી મહારાજનો આભાર માનીએ છીએ.આ ગ્રંથનું સુંદર મુદ્રણકાર્ય કરનાર ભરત ગ્રાફિક્સવાળા ભરતભાઈ અને આકર્ષક ટાઈટલ બનાવનાર મલ્ટિ ગ્રાફિક્સવાળા મુકેશભાઈનો પણ આ પ્રસંગે આભાર માનીએ છીએ. પ્રાંતે આ ગ્રંથનો અભ્યાસ ચતુર્વિધ સંઘમાં સારી રીતે થાય અને અનેક જીવો આના આલંબન દ્વારા રત્નત્રયીની શુદ્ધિ કરી જીવન સાર્થક કરે, મુક્તિ નિકટ કરે એ જ એક માત્ર શુભેચ્છા. આવા બીજા પણ ગ્રંથોના પ્રકાશન દ્વારા શ્રુતભક્તિનો વિશેષ લાભ મળે તેવી શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવીને પુનઃ પ્રાર્થના. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ટ્રસ્ટીગણ ચંદ્રકુમાર બી. જરીવાલા લલીતભાઈ રતનચંદ કોઠારી પુંડરીકભાઈ અંબાલાલ શાહ વિનયચંદ કોઠારી ના સબહુમાન પ્રણામ