________________
[[ મહાન ગુજરાત પહોંચે. જ્યાં તેણે ગુરૂદેવના દર્શનથી આનંદ થયે. રાણુએ ભાવપૂર્વક વંદન કર્યું. અને સંસાર ઉપર પોતાને પૂર્ણપણે વૈરાગ્યની ભાવના થઈ છે એ પ્રમાણે જણાવ્યું.
ગુરૂદેવે કહ્યું કે “ હે રાણ “ચારીત્ર વિના જ પાપથી મુકત થતા નથી.” ત્યારે રાણાએ જણાવ્યું કે “તે જાતનું ચારીત્ર મને આપે” સુરિશ્રીએ ડીંડુ આણુકના સંઘને એકત્રિત કર્યો. અહીં દીવ્ય મંદીર બનાવવા પિતાની પાસે રહેલ કીમતિ હાર સંઘને રાણાએ અર્પિત કર્યો. તદપશ્ચાત રાણાએ ચારીત્ર અંગીકાર કર્યું, જેમનું નામ યશોમાનમુની રાખવામાં આવ્યું.
રાણુના રત્ન હારના દ્રવ્યનો સદુપયોગ થયે. અને અહીં એક ભવ્ય જિનાલય બંધાયું. આજે પણ આ જિનાલય મહારાણુના યશગાન રૂપે વિદ્યમાન છે.
ચારીત્ર ગ્રહણબાદ નિયમિત છઠ અને અઠ્ઠમની તપશ્ચર્યા કરતા આ મુની ઉગ્ર તપસ્વી બન્યા,
યશોમાન મુનીને શ્રીદત્તસૂરિએગ્ય સમયે સૂરિપદ અર્પણ કર્યું, અને તેમનું યશેભદ્રસૂરિ નામ રાખવામાં આવ્યું.
શ્રી યશોભદ્રસૂરિને જ્ઞાનબળે પિતાને અંતકાળ નજદીક જણાતા રૈવતગિરિ પર જઈ શ્રી નેમિનાથ સન્મુખ અનશન કરી તેઓ સ્વર્ગે સિધાવ્યા.
આ યશોભદ્રસૂરિની પાટે શ્રીપદ્મસુરિ ગ્રંથકાર થયા, જેમની પાટે શ્રી ગુણસૂરિ થયા.
શ્રી ગુણસેનસૂરિની પાટે શ્રી દેવચંદ્રસૂરિ થયા, જેમણે થાણાંગસૂત્રની વૃત્તિ તેમજ શ્રી શાંતિનાથ ચરીત્ર વિગેરે મહાશાસ્ત્રો રચી પ્રજ્ઞાસૂત્રને ચરીતાર્થ કર્યો. જેઓ વિહાર કરતાં કરતાં ગુર્જરભૂમિ સૌરાષ્ટ્રની સરહદ પર આવેલ ધંધુકાનગરે પધાર્યા
અહી તેમને ચાચિંગ શેઠના પાંચ વર્ષના પુત્ર ચાંગદેવ શિષ્યની પ્રાપ્તિ થઈ. જેનું દીવ્યદર્શન આપણે આ ગ્રંથની શરૂઆતમાં કરેલ છે.
આ ચાંગદેવ તેજ શ્રી હેમચંદ્રાચાર્યજી અને એ તેજ દેવચંદ્રસૂરિ કે જેઓ શ્રી હેમચંદ્રાચાર્યના ગુરૂપદને દીપાવતા હતા.