________________
વિદ્વાન રાજવીની ધર્મ પરિક્ષા ] »
૧૧૫ કરેલું છે. તેને પણ જૌન દર્શન શકિતશાળી દેવી દેવતાઓ તરીકે માન્ય રાખે છે.
“જૈન દર્શનમાં અહિંસાવાદનું પ્રતિપાદન એકિ ક્રિય જીવથી તે પંચેન્દ્રિય સુધીનું પરિપૂર્ણ વર્ણવેલ છે. જેમાં પ્રભુ મહાવીર અને શ્રી ગૌતમ સ્વામી આદિ અગિયાર મૂખ્ય ગણધરે તેમજ તેમની સાથે રહેલ ૪૪૦૦ જેટલા વિદ્વાન પંડિતે વચ્ચેનો સંવાદ જે પ્રભુ મહાવીરના મુખેથી શંશયોના નિવારણાર્થે ૩૬૦૦૦ શ્લેક પ્રમાણે ભગવતિ સૂત્રના નામે ગણધરએ ગુથેલ છે. આ તત્ત્વજ્ઞાની સંવાદ વર્તમાને પણ જૈન ધર્મના મહાન ભગવતી સૂત્રો નામના અગિયાર અગ સૂત્રમાંના ચોથા અંગ સૂત્રમાં ખુલ્લી રીતે મંત્રાક્ષથી સંશયભાજક તરીકે પ્રસિદ્ધિને પામેલ છેજેનું માત્ર શ્રવણ કરવાથી આપને ખાત્રો થશે કે, જૈન ધર્મ એ પક્ષપાતી ધર્મ નથી. પરંતુ જિતેન્દ્રિયોનો મહાન ધર્મ છે.''
હે રાજન! આ પાંચમા આરામાં પણ પ્રભુ મહાવીર અને તેમના પછી આજ સુધીમાં થએલ પટધર યુગ પ્રધાનોમાં કેટલાક વેદાંતવાદી વિદ્વાન બ્રાહ્મણ પંડિતો પણ જન ધર્મનાજ પ્રચારક હતા, અને જેઓએ જન દર્શનના અનેક તાવિક ગ્રંથની રચના કરી હતી.
હે રાજાધિરાજ ! પ્રભુ મહાવીરના સમકાળે ચૌદ હજાર જેટલા દીક્ષિત મુનીરાજોમાંથી પણ ભાગના બ્રાહ્મણ પંડિતજ હતા. શ્રી હરિભદ્રસૂરી, શ્રી ભદ્રબાહુ સ્વામી, શ્રી સ્વયંભવસૂરી, શ્રી સંભૂતિવિજય, અને તીલકમંજરીનાં કર્તા ધનેપાળ કવિ, પણ જાતે બ્રાહ્મણ હતા.
તેમજ તે કાળે ભારતના સોળ પ્રાંતો હતા. જેમાંથી લગભગ બાર પ્રાંતે અને અનેક જીલ્લાના સામંત, રાજવીએ, અને નગરજનો જન ધમ હતા
મગધ જેવા મહાન રાજ્યના મહારાજા શ્રેણિક તેમજ તેમનો પુત્ર અજાતશત્રુ ચુસ્ત જૈનધર્મી હતા, અને તેમના કુટુંબીઓમાંથી અનેક રાણીઓ, તથા રાજપુત્રોએ દીક્ષા અંગીકાર કરી હતી.
મગધના પાટવી પુત્ર અભયકુમારે પણ રાજમુદ્રાને બદલે દીક્ષા અંગિકાર કરી હતી.