SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ [ મહાન ગુજરાત ૧૦૭ कार्य प्रसरं सिध्ध । हस्ति राज म शङकतम् त्रस्थन्तु दिगगजा : किं तै मुस्त्व य वोधृ ता यतः ( મા ધમ ચરિ) ભાવાર્થહે સિદ્ધરાજ ! શંકા વિના તું હસ્તિને આગળ ચલાવ ભલે; દિગગજો ત્રાસ પામે તેથી શું ? કારણકે ભૂમંડળને તું ધારણ કરી રહ્યો છે. આ પ્રમાણેની સંસ્કૃત મધુર વાડમયથી પ્રસન્ન થએલ રાજને હાથીને ઉભો રખાવી નમ્રતાપૂર્વક સુરિશ્રીને નમન કરતા જણાવ્યું કે હે મહાત્મા આપ રાજદરબારે નિત્ય પધારી આપની અમૃતતુલ્ય વાણીનો લાભ આપતા રહેશે. સુરિશ્રી હેમસુરિએ તેનો સહર્ષ સ્વીકાર કર્યો. આ પ્રમાણે ગુજરાધિરાજ અને શ્રી હેમચંદ્રાચાર્યજીનો પ્રથમ સમાગમ સંવત ૧૧૭૦ના ગાળામાં થયો. ઉપરોકત પ્રસંગ બન્યા બાદ શ્રી. હેમચંદ્રાચાર્ય નિયમીત રાજસભામાં જવા લાગ્યા જ્યાં તેમનું માન દીનપ્રતિદીન વધવા લાગ્યું. જેમાં શ્રી સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્ય વચ્ચે સ્નેહ દેરી સરસ રીતે ગુંથાઈ. અને મહારાજા ઉપર તેમનો પ્રભાવ સારી રીતે પડે. એક દીવસે ભરસભામાં વિદ્વાન વર્ગની હાજરીમાં શ્રીમદ્ આચાર્ય દેવ પિતાના નિયમિત સ્થાને બિરાજમાન થયેલ હતા. એવામાં જેમને શાસ્ત્રવાદ અતિપ્રિય છે એવા મહારાજા સિધ્ધરાજે હાજર રહેલ વિદ્વાનો સમક્ષ પ્રશ્ન કર્યો કે “વવમાં કયો ધર્મ સંસારથી તારનારે છે? ” દરેક દર્શનકારોએ પિતાપિતાના ધર્મની મહત્તા સમજાવી. પછી શ્રીમદ્ સુરીશ્વરે શાંતિથી જણાવ્યું કે “હે રાજન! જેમ દર્ભાદિ સાથે મળી જવાથી દિવ્ય ઔષધિની પિછાન થઈ શકતી નથી, તેમ આ યુગમાં વિવિધ ધર્મોથી સત્યધર્મ સંકલિત રહ્યો છે પરંતુ સમગ્ર ધર્મોના સેવનથી દર્ભમશ્રિત દિવ્ય ઔષધિની પ્રાપ્તિ પ્રમાણે કોઈક વીરલાને જ શુધ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. જેને લગતું સંસ્કૃત કાવ્ય નીચે મુજબ છે. तिरोधीयते दर्भायै यथा दिव्यं तदीषधम । तथा 5 मुष्मिन् युगे सत्यो धर्मो धर्मान्तरेन्कृप ॥ पर समग्र धर्माणां सेवनात् कयित् क्वचित । जायते शुद्ध धर्माप्त दर्भच्छ औषधाप्तिवत् ॥
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy