________________
કરાવવામાં આવતાં ૧૦૮ બળદના રથમાં સારથિ તરીકે બેસવાને આદેશ લઈ તેમણેજ વેશ કરાવ્યું હતું. અને આ વખતે પ્રતિષ્ઠાને અપુર્વ લાભ લેનાર પણ એજ પુન્યશાલી આત્માઓ હતા. એ ઉપરાંત જુદી જુદી પુજાઓના ૪૯ હજાર, કારોદ્ઘાટનના નવ હજાર. વિગેરે દેવ દ્રવ્યની ઉપજને સરવાળો પણ એક લાખથી અધિક થયો હતો. આ અતિ રમણીય જિનમંદીરમાં આરસ ઉપર તેયાર કરવામાં આવેલા શ્રી પાલ–મયનું સુંદરીના અનુપમ જીવનદ્ર, નવ પદજી મહારાજનું વિશાળ મંડલ ઉપરાંત મહોત્સવ પ્રસંગે તૈયાર કરવામાં આવેલ સુંદર રચનાઓ વિગેરેના દર્શન કરવા માટે મુંબઈ તેમજ આજુબાજુનાં પરાઓમાંથી હજારે માણસોને સમુદાય આવતો. ચોથ અને પાંચમ બે દિવસ પચીસ પચીસ હજાર માણસોને સમુદાય આવેલ, પ્રભુને ગાદી ઉપર બિરજમાન કરવાના ટાઈમે લગભગ ત્રણ-ચાર કલાક સુધી પ્રભુજીના અંગોમાંથી એકધારી અમીઝરણાની ધારાઓ છુટી હતી પ્રતિષ્ઠાના બીજે દિવસે ઉદ્ઘાટન વિધિ થયા બાદ દેરાસરમાં એકાએક નાગદેવે દેખાવ દીધો હતો. પ્રભુજીની ગાદી ઉપર ત્રણ વખત ચઢીને ફેણ હલાવીને ત્યાંથી ઉતરી રંગમંડપમાં આવેલ ત્યારે જનતાએ કેસર, ફુલથી વધાવ્યા ને ત્રણ-ચાર કલાક બાદ અદ્રશ્ય થઈ ગયા હતા,
- શ્રી થાણું જૈન સંઘના આગેવાન કાર્યકર્તાઓએ તેમજ સકળ સંઘે ચૌદ દીવસ સુધી પિતાને વેપાર લગભગ બંધ જેવો રાખી. દરેક જૈન ભાઈએ
કયતાના બળે પતિષ્ઠા મહોત્સવને યશસ્વી બનાવવામાં હાદીક સાથ આપ્યો હતો આ પ્રમાણે શ્રી થાણુ જન સંધ સમર્થ જૈનાચાર્ય શ્રીમદ જનરિદ્ધિસુરિશ્રી મહારાજ, રાવસાહેબ શેઠ રવજીભાઈ સોજપાલ અને ઝવેરી મંગળદાસની વર્ષોની એકધારી મહેનત પ્રભુ પ્રતાપે ફલીત થઈ અને થાણું આજે આદર્શ તીર્થ યાત્રાનું ધામ બન્યું. સાશન અધિષ્ઠાયક દેવે થાણુના તીર્થોદ્ધારના મહાન કાર્યને યશસ્વી બનાવવામાં પ્રચંતાથી પૂરતો સાથ આપે, અને થાણાનો પ્રતિષ્ઠા મહોત્સવ પંચમઆરાના રેશનીંગના જમાનામાં પણ ધર્મ પ્રતાપે ચોથા આરા તુલ્ય અનુપમ અમીઝરતે બનેજ્યાં હજારો યાત્રાળુઓએ ચૌદ ચૌદ દીવસ સુધી પ્રભુ ભકિત, પુજા અને ભાવનાને પૂરતો લાભ લીધે, શ્રી થાણુના સંધને પિતાને આંગણે પધારેલ હજારોની સંખ્યાના સ્વામી ભાઈઓની તેમજ મુનિરાજે અને સાધ્વીઓની ભકિતને પુરતે લાભ મળે ને પ્રતિષ્ઠા મહોત્સવ નિવિને જશવંત બને. અને થાણું આદશ તીર્થધામ બન્યું.