________________
( ૩ )
શ્રી છનરિદ્ધિસૂરિજી મહારાજ શિષ્યાદિ પરિવાર સહિત તેમજ શ્રી જીનભદ્રવિજયજી મહારાજ અને શ્રી મહેન્દ્રવિજયજી મહારાજ સાથે મહત્સવનો પ્રારંભ પહેલાં ભવ્ય સ્વાગત સાથે પધારી ચુક્યા હતા. ત્યારબાદ થાણાના સંઘની આગ્રહપૂર્ણ વિનંતિ અને મુલનાયક શ્રી મુનિસુવ્રતસ્વામિ મહારાજનું અતિ અદ્ભૂત બિંબ ભરાવનાર ભાઈશ્રી નેમિદાસ અભેચંદની વિનંતીથી આચાર્ય શ્રી વિજયપ્રતાપસુરિજી આદિ મહારાજે ટુંક સમયમાં ગુજરાતથી ખુબ લાંબા વિહાર કરીને માહ સુદ ૧ના પધારતાં શ્રી સંધ તરફથી સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું. હંમેશા મહત્સવ મંડપમાં વિવિધ પુજાઓ સાથે રાત્રે ભાવનાઓને ક્રમ ચાલુ હત સંગીતવિશારદ તથા પ. દેવેન્દ્રવિજય, માસ્તર કનૈયાલાલ વિગેરે સંગીત પાટીને રોકવામાં આવેલી હોવાથી તેમજ મહેસવના વિશાલ મંડપ ઉપરાંત લગભગ-આખાય શહેરમાં લાઉડ સ્પીકરની ગોઠવણકરવામાં આવેલી હોવાથી પુજા ભાવનામાં ખુબ ઠાઠ જામતો હતો.
ક્રિયા કરાવનાર તરીકે સુરતવાળા શ્રીયુત બાલુભાઈની મંડલી પધારેલ હેવાથી તેમજ વિધિવિધાનમાં આચાર્ય શ્રી પ્રતાપસૂરિજી મહારાજ તથા શ્રી ગુલાબ મુની મહારાજ સર્વે અનુષ્કાને આચારદિનકર ગ્રૂ થના આધારે સહકારમાં રહી સુંદર રીતે કરાવતા હતા.
શ્રી જિનઋદ્ધિસૂરીજી મહારાજ વૃદ્ધાવસ્થા વિગેરેના કારણે લાંબે ટાઈમ બેસી ન શકતા હોવાથી અવારનવાર પધારતા હતા. માહ શુદિ ૪ ના રથ, ઇન્દ્રવજ, હાથી, અનેક બેન્ડવાજા સંખ્યાબંધ ગાડીઓ મોટર વિગેરે સામગ્રી સાથે દબદબાભર્યો વરઘોડે ચડાવવામાં આવ્યા હતા. ભવ્ય જિનપ્રાસાદના મુખ્ય દ્વારે. હાથી ઉપર ચઢીને તેરણ બાંધવામાં આવ્યું હતું પ્રતિષ્ટા સમયે વિમાન દ્વારા સર્વત્ર પુષ્પ વૃષ્ટિ કરવાનું દ્રશ્ય પણ ઘણુંજ મનહર હતું.
મૂલનાયક શ્રી મુનિસુવ્રતસ્વામિ મહારાજનો ૧૩૦૦ રૂપીઆના ચઢા વવામાં આદેશ મેળવનાર ધર્મપરાયણ શ્રીયુત નેમિદાસભાઈ અભેચંદ તથા તેમના અ. સૌ. ધર્મપત્ની પ્રભાવતી બહેન માંગરોલવાળાએ અતિ ઉલ્લાસથી શુભલગ્ન હજારે જયનાદ સાથે પ્રભુને ગાદી ઉપર બિરાજમાન કર્યા હતા. વધુ આનંદ તે એ હતું કે આ ભાગ્યવાન દંપતીએ વિશાલ જિન બિંબ શ્યામ રંગના કશોટીલા પત્થર ઉપર જયપુરમાંજ પિતાની દેખરેખ નીચે તૈયાર કરાવી. ગત વર્ષમાં વઢવાણ શહેરમાં ઉજવાયેલ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શાસનસમ્રાટ આચાર્ય વિજયનેમિસુરીશ્વરજીના મહારાજના વરદ હસ્તે અંજનશલાકા કરાવી હતી. તેમજ એ પ્રભુનો થાણામાં પ્રવેશ