________________
રાજમાતાની ધ્યેયસિદ્ધિ રાજાનું અભય વચન સાંભળી, પિતાના આત્મામાં પૂર્ણ સંતોષ પામી, ભોજનના પીરસેલ થાળમાં તેણે ગ્રાસ લેવા અર્થે ડોક નીચી કરી કે, તરત જ મહારાજાના બાજઠ નીચેથી છુપાએલ બિલાડીએ તેના ઉપર ઓચિંતી ત્રાપ મારી. અને જોત જોતામાં બિલાડીની દાઢ જેના ગરદનમાં ફરતાથી પેસી ગઈ છે. એવા શકરાજે છે રામ ! કહેતા સાથે જ તાત્કાલિક પ્રાણ ત્યાગ કર્યો. આ સમયે વાતાવરણ અત્યંત કરુણામય બન્યું, ને ખુદ મહારાજા એક બાળકની માફક રડી પડયા.
(૨).
આનું નામ તે અભય વચન
આપેલ વચનના પ્રતિપાલનાથે અનાજનો એક પણ કાળિઓ લીધા સિવાય ઇષ્ટદેવનું સમરણ કરતા રાજવી, પિપટના મૃત્યુ દેહ સાથે આમ બલિદાન અથે તૈયાર થયા. આ હકીકત આખાએ રણવાસમાં, રાજદરબારમાં, તેમજ નગરમાં પવન વેગે ફેલાણી. જોતજોતામાં દરબારગઢ, નગરજનો, વિદ્વાન શાસ્ત્રીઓ અને મહાજનથી ચીકાર ભરાયો. દરેકના ચક્ષુઓમાંથી અશુ પ્રવાહ વહી રહેલ હતે. વાતાવરણ એવું તે શોકમય બન્યું હતું કે જાણે, આ સમયે મહારાજાનો સ્વર્ગવાસ ન થયો હોય ? રણવાસમાં રાણીઓ તેમજ દાસદાસીઓના રુદને તે એવું શોકમય વાતાવરણ ઉત્પન્ન કર્યું હતું કે, જેને કરુણાજનક ચીતાર રજુ કરવા અમારી કલમ પણ ધ્રુજી ઉઠે છે. દરબારગઢના મધ્યમાં ચંદન કાષ્ટની ચીરા ખડકાતી હતી, સ્વર્ગવાસી શુકરાજના મૃત્યુનત દેહને રત્નજડિત સૂવર્ણ થાળમાં લઈ ખુદ મહારાજા ચિત્તા નજદીક પ્રભુ સ્મરણ કરતા ધ્યાનસ્થ અવસ્થાએ બેઠા હતા. જયાં ધાર્મિક સ્તોત્રનો પ્રવાહ શુકરાજની ઉચ્ચ ગતિ માટે વહી રહ્યો હતો.
દુતે જણાવ્યું કે, “હે રાજમાતા ! આ સમયની કરુણુજનક ઘટના, અને તેનું વર્ણન કહેતાં જ્યાં મારાં રૂવાં ધુજી ઉઠે છે ત્યાં! તમને આગળની બનેલ ઘટના કઈ રીતે સરળતાથી કહી શકું ? આટલું વૃતાંત કહેતામાં તે ચિધાર અશ્રુએ રડી પ.
બીજી બાજુ ચોધાર અથુએ ધુસ્કે ધ્રુસ્કે રડતાં રાજમાતાએ પૂછયું કે શું? પિતાજીએ પછી વચનના પાળનાઅર્થે શુકરાજ સાથે ચિત્તા પ્રવેશ કર્યો? આ સમયે મહારાજા સિદ્ધરાજ પણ અસ્વસ્થ બન્યા ! તેમણે જીજ્ઞાસાથી જણાવ્યું કે, “સુન્ની