SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા કર્ણની રાષ્ટ્રસેવા) તેટલામાં પાછળથી ખારવાના વેશમાં રહેલ શાંતુમહેતા અને તેમની ટોળીએ તેમના પર ચતે એક સામટો હલ્લે કરી. તેમના શસ્ત્રોથી એવી રીતે તેમને પુરાક કે જાણે ઘાસની કાપણું દાતરડાથી ન થતી હોય. શાંતુ મહેતાની આ સમયની હીંમત, અને વફાદારીના મુકતક ઠે પ્રશંશા કરતા ઈતિહાસકારો તેમજ નવલકથાકારે મુક્તકંઠે પ્રશંસા કરતા કહે છે કે “જો આ અણી પ્રસંગે શાંતુ મહેતાએ કર્ણરાજને બચાવ ચાણકય બુદ્ધિથી ન કર્યો હોત તો? પાટણના ઇતિહાસમાં જૈન મહાજનરાજ અને વફાદાર અમાત્યાની અણમોલ કીમત જે વિશ્વભરમાં અંકાય છે તેના કરતા આકાલીન ઇતિહાસ જુદી રીતે જ લખાતી શાંતુ મહેતાનું મૂળ નામ સંપત્તકર હતું તેઓ મૂળ વટપ્રધાન રહે વાસ અને જાતે ઘરકટગોત્રી શ્રીમાળી વણિક હતા. એમની માતાનું નામ સંપૂરી અને પિતાનું નામ ધરણીશા હતું. જેમાં પુત્રને ભરયુવાવસ્થાના મૂકી સ્વર્ગે ગયા હતા. ગુજરાતના પાટનગર પાટણથી ભૃગુકચ્છ અને સ્થંભતીર્થ જરા પણ ઉતરે તેવા ન હતા જેમાં આ દંડનાયકે, કર્ણદેવ કરતાં પણ અધિક સેવા અહીં રહી ચારે દિશામાં બજાવી હતી. તલપના હુમલાઓ સામે ટકકર ઝીલવી, માલવાના યશોવર્મા રાજવીને મહાત કરવાની બલાઢય જનાઓ ઘડવી, તેમજ સૌરાષ્ટ્રના મદાંધ રાજવીને નજર સામે બહાર રાખવા અને ગુજરાતની સત્તા નીચે તેને કેવી રીતે લાવવો. એની ગોઠવણો પણ શાંતુ મહેતાએ ભરૂચમાં રહીને કરી હતી. આ સત્ય ઘટનાની ને શ્રીમદ હેમચંદ્રાચાર્યે એવી રીતે લીધી છે કે, જે સિધ્ધહેમની પ્રશસ્તિમાં આજે પણ તત્કાલિન ઈતિહાસનું પુરતુ જ્ઞાન કરાવે છે. જેનો ઉપયોગ ઇતિહાસિક ઘટનાઓ રજુ કરવામાં અાએ પણ કર્યો છે. સૌરાષ્ટ્રને રા'નવઘણ, સીધી યા આડકતરી રીતે ચાંચીયાઓને ફેડી ભૂગુકચછના બારામાં રમખાણ મચાવી લાટને રંજાડતે, આથી લાટને સાચવવા આ કાળે શાંત મહેતા જેવા બાહોશ અને બુધ્ધિશાળી દંડનાયક ન હોત તે ? પાટણની રાજ્યગાદી સ્થિર રહી હતી કે કેમ? તેની પણ શંકા રહે છે.? જેમના સમકાલે રાજકુટુંબ અને રાષ્ટ્રમાં બે પ્રકારના ધર્મ પળાતા સનાતન અને જેન. પાટણને રાજ વહીવટ કુશળતાથી ચલાવનાર, આશાપુર સુધી પાટણની સૈન્ય સામગ્રી પુરતી રીતે વધારનાર મહારાજા કર્ણને સ્વર્ગવાસ મેહટી ઉંમરે પાટણમાં થયે.
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy