SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫ મું મહારાજા કર્ણદેવ મહારાજા ભીમદેવના સ્વર્ગવાસ બાદ રાજકુમાર કર્ણને રાજ્યાભિષેક વિ. સં. ૧૧૨૦ ના ચૈત્ર વદ ૭ ને સોમવારે હસ્ત નક્ષત્ર સમયે મીન લગ્નમાં થયે હતો. તેમનાં લગ્ન કર્ણાટકના રાજાની કુંવરી મલયાદેવી (મીનળદેવી) સાથે થયાં હતાં. આ લગ્નના તેમજ રાજ્યમાતાના દેવાંશી પવિત્ર જીવનને અંગે લિખિત અને સરળ નોંધ પ્રાપ્ત થાય છે, જેમાંની થેડી નીચે પ્રમાણે છે – એક વખત કર્ણાટકના રાજા શુભકેશી અશ્વ પર બેસી વનક્રીડા નિમિતે બહાર ગયેલ હતો ત્યારે ભવિતવ્યતાના ગે રાજવીના હાથમાંથી ઘડાની લગામ છુટી ગઈ. અને તે ઘોડો સવાર સહિત ગાઢ જંગલમાં જઈ ચઢ. પૂર્વસંચિતયોગે આ જંગલનાં સ્થાનમાં આગ લાગવાથી વિશ્રાંતિ અંગે આરામ કરતા રાજવીને અશ્વ સહિત (અગ્નિજવાળાથી ) જંગલમાં સ્વર્ગવાસ થયો. ત્યારબાદ શુભકેશીના પુત્ર જયકેશીને રાજયાભિષેક પ્રધાને કર્યો. આ જયકેશીને મલયાદેવી (મીનળદેવી) નામે કુંવરી હતી. મીનળદેવી લગભગ ૧૩-૧૪ વર્ષની હતી ત્યારે શ્રાવણ માસમાં જ અનેક શિવભકતોએ (બ્રાહ્મણએ) સોમેશ્વર સ્તોત્ર રાજકુમારી તથા મહારાજા સન્મુખ ગાઈ સંભળાવ્યું. આ પ્રભાવશાળી સ્તોત્ર પૂર્ણ થતાં મીનલદેવી બેશુદ્ધ બની અને તેના હૃદયમાં પૂર્વસંચિત સંગના આધારે ઊંડી ઉપણું અને વિચાર શ્રેણી એટલી બધી થઈ કે જોતજોતામાં તેને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થયું. અને તરત જ મલાયાદેવીએ સાવધ થતાં રાજ્યકુટુંબીઓ અને ઉપકારી બ્રાહ્મણો સન્મુખ પિતાના પૂર્વજન્મનું કથન કરતાં જણાવ્યું કે, ' હું પોતે પૂર્વજન્મમાં બ્રાહ્મણી હતી, તે જન્મમાં મેં બાર વર્ષ સુધી શ્રાવણ માસનું વ્રત કર્યું. અને તેની ઉદ્યાપન વિગેરે ક્રિયાથી બાર-બાર વસ્તુઓની સંખ્યાથી વતની સમાપ્તિ કરી. પછી હું સેમેશ્વરની યાત્રાએ નીકળી. આ સમયે
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy