________________
GO
*
[ મહાન ગુજરાત બીજે જ વર્ષે વરસાદ એટલે સારો થયો કે ખેડુતને બેવડું ધાન્ય એક જ વર્ષમાં પાયું; એટલે તેઓએ ગયા વર્ષને તેમજ આ વર્ષને બટાઈને ભાગ એકત્રિત કરી, પાટણનરેશને આપવાનો ઠરાવ કર્યો કર ઉઘરાવનારા અમલદારોને ખેડુતોએ બે વર્ષની ભેગી બટાઈ આપવા માંડી; પરંતુ અમલદારોએ એક જ વર્ષની બટાઈ ઉઘરાવી, અને તેઓએ જણાવ્યું કે “ગત વર્ષની બટાઈ પાટવીકુંવર મૂળરાજને અપાયેલ વરદાનનાં કારણે માફ કરવામાં આવી છે ”
હજુ બટાઈ ઉઘરાવનારા અમલદારે પાછો ફરે ત્યારે પૂર્વે જ સેંકડો ખેડુતોના આશીર્વાદે એવી રીતે મળ્યા કે જેની મીઠી નજર રાજકુમાર મૂળરાજને લાગી. ત૬ પશ્ચાત તે માંદે પશે જેમાંથી તે બચી ન શકો. અને તેનું બેત્રણ દિવસમાં જ મૃત્યુ થયું *
મહારાજા ભીમદેવને રાજકુમાર મૂળરાજના સ્વર્ગવાસથી અત્યંત ઉગ થયો. તેથી તેના નિમિતે તેમણે પાટણમાં ત્રિભુવનપ્રાસાદ નામનું ભવ્ય જિનાલય બંધાવ્યું. અને ભીમેશ્વર મહાદેવ તેમજ ભટ્ટારિકા ભીરૂ આણિ નામનાં મંદિર બંધાવ્યાં ને તેઓ દેહસ્થળીમાં જ રહેવા લાગ્યા.
મહારાજા ભીમદેવને ઉદયમતિ નામની રાણી હતી; તેણીએ સહસ્ત્રલીંગ કરતાં પણ વધુ શોભાયમાન એવી એક વાવ પાટણમાં બંધાવી, તપશ્ચાત પુત્રશોકમાં ડુબેલા મહારાજા ભીમદેવ, સંવત ૧૧૨૦ માં મતાંતરે સંવત ૧૧૩૦ માં બહુમતિએ ૪૨ વરસ, ૧૦ માસ, ૯ દિવસ સુધી રાજ્ય કરી સ્વર્ગવાસી થયા.
તેમણે ઉદયમતિને વચન આપ્યું હતું કે, હું તારા પુત્રને ગાદી આપીશ. ગૌરવશાળી ગુર્જરપતિ તરીકે ૪૨ વર્ષ સુધી પૂર્વપરંપરાગત રીતે મહાજનની તેમજ જૈનાચાર્યોની સલાહ મુજબ રાજયવહીવટ ચલાવનાર ભીમદેવે પાટણની પ્રભુતામાં વધારો કર્યો. તે પોતાના અંત સમયે પુત્ર કર્ણદેવને ગાદી સુપ્રત કરી તેઓ દેહસ્થળીમાં સ્વર્ગસ્થ થયા.
#પ્રાચીન પ્ર. ચિની હસ્તલિખિત પ્રતોમાં આ વસ્તુ વિદ્યમાન છે. જુઓ મૂળ પૃ૦ ૮૬ ટી૧માં જણાવ્યું છે કે, “ખેડુતની નજર લાગવાથી કુંવર મૃત્યવશ બ.”