________________
હું પ્રાયશ્ચિત્ત .
અનાદિકાળથી સંસારમાં રખડતા જીવો ઢગલાબંધ પાપો કરે છે અને ઢગલાબંધ કર્મો ઉપાર્જિત કરે છે, પાપો થઇ જવા તે આશ્ચર્ય નથી પણ તે પાપોની દેવ-ગુરુની સાક્ષીએ આલોચના (રડતા હૈયે) કરવી અતિદુષ્કર છે. માત્ર પોતાના પાપો બોલી જવા એ પ્રાયશ્ચિત્ત નથી, પણ મેં ખોટુ ર્ક્સ-મારી ભૂલ થઇ ગઇ, હવે મારે ભૂલ નથી કરવી અને ભૂલની માફી માંગુ છું. આ ભાવો છે ખરા આલોચનાના પરિણામ.. ગમે તેવી ગંભીર ભૂલ હોય પણ સરળભાવે-પશ્ચાત્તાપના ભાવપૂર્વક ગુરુનિશ્રાએ જે આલોચના કરે છે, તે નિકટભવમાં મુક્તિગામી બને છે. નાના પણ પાપને જે છુપાવે છે, તે ઉત્કૃષ્ટ કક્ષાનો સાધક ભલે હોય છતાંય દુર્ગતિગામી બને છે. જેવી રીતે નાનો પણ કાંટો લાંબા સમય સુધી પગમાં રહે તો પરુ થઇ જાય છે, છતાં ઉપેક્ષા કરો, તો રોગ વકરે છે, અને છેવટે પગ કપાવી નાખવો પડે... તેવી જ રીતે છુપાયેલો નાનો દોષ પણ મોટા ભવભ્રમણનું કારણ બની જાય છે. સાધ્વીજી રુક્મિ-સાધ્વીજી લક્ષ્મણા આના પ્રસિદ્ધ દ્રષ્ટાંતો છે, નાની ભૂલ, પણ આલોચના લીધી નહી, અથવા વાત છુપાવીને લીધી, તો પરિણામે દીર્ઘ સંસાર ઉપાર્જિત કરી કાઢ્યો.. યાદ આવે પ્રભુ વીરનો સમકિતપ્રાપ્તિ પછીનો ત્રીજો ભવ મરીચિનો.."પિતા ભંડપ યંsfu’ આ એક ઉસૂત્રભાષણ ર્યા બાદ તેની આલોચના ન કરી, તો ૧ કોડાકોડી સાગરોપમનો સંસાર વધી ગયો.. શાસ્ત્રમાં પાર્શ્વનાથ ભગવાનના શાસનના ઢગલાબંધ સાધ્વીજીઓના દ્રષ્ટાંત આવે છે કે એ ભવમાં સાતિચાર ચારિત્ર પાળ્યું, આલોચના નહીં કરી, તો પછી વૈમાનિક દેવલોકની જગ્યાએ તેનાથી અસંખ્યગુણાહીન ઋદ્ધિવાળા ભવનપતિ દેવલોકમાં દેવીઓ તરીકે ઉત્પન્ન થઇ ગઇ.
આમ, આલોચનાની તાકાત-મહિમા-પ્રભાવ અચિત્ત્વ છે... માટે જ મહાપ્રત્યાખ્યાન પયત્રામાં જણાવે છે.
जह बालो जंपंतो कज्जमकज्जं च उज्जुयं भणइ । તે ત૬ માનોજ્ઞા માયાનવિખr a | (૨૨) (જેવી રીતે નાનો બાળક કથનીય-અકથનીય વિચાર્યા વગર સરળ