________________
( સંસીનતા છે इंदिय-कसाय-जोए पडुच्च संलीणया मुणेयव्वा । तह य विवित्ता चरिया पन्नत्ता वीयराएहिं ।। सद्देसु च भद्दयपावएसु सोयविसयमुवगएसु । तुढेण व रुढेण व समणेण सया न होयव्वं ।।
(બાકીની ઇન્દ્રિયોનું આજ મુજબ જાણવું) उदयस्सेव निरोहो उदयप्पत्ताणं वाऽफलीकरणं । जं इत्थ कसायाणं कसायसंलीणया एसा || अपसत्थाण निरोहो जोगाणमुदीरणं च कुसलाणं । कज्जंमि य विहिगमणं जोगे संलीणया भणिया ।। आरामुज्जाणाइसु थी-पसुपंडगविवज्जिए ठाणं । फलगाईण य गहणं तह भणियं एसणिज्जाणं ।।
કાયક્લેશમાં મુખ્યતયા સમગ્ર શરીરને કષ્ટ આપવાની વાત હતી, જ્યારે સંલીનતામાં કષ્ટ કાંઇ નથી આપવાનું, પણ સતત ઇન્દ્રિયોને-કાયાનેમનના વિચારોને અમુક મર્યાદામાં બાંધીને રાખવાના છે. એકવાર કાયક્લેશ (લોચ-વિહાર) આદિ સહન કર્યા બાદ કાયાને આરામ-જરુરી ઉપચાર કરાવવા દ્વારા આરામ આપી શકાય છે. તેમાં કાયાનું આકર્ષણ પોષાઈ શકે છે. માટે જ સંલીનતા નામનો તપ બતાવ્યો, જેમાં સંપૂર્ણપણે શરીરની-ઇન્દ્રિયોની વૃત્તિને સંકોચી રાખવામાં આવે છે, નિષ્કારણ પગને-હાથને હલાવવા-ચલાવવાનો પણ નિષેધ સામાન્યતઃ સંલીનતા નામના તપમાં કરવામાં આવે છે.
વિશેષતઃ સંલીનતાના મુખ્ય ૨ ભેદ પડે છે. ૧) ઇજિય-કષાય-યોગ સંલીનતા ૨) વિવિક્તચરિયા સલીનતા
(a) ઇન્દ્રિય સંલીનતા - પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ વિષયમાં રાગ નહીં, પ્રતિકૂળ વિષયમાં દ્વેષ ન કરવો તે.
(b) કષાય સંલીનતા - ઉદયમાં નહીં આવેલાનો નાશ કરવો અને ઉદયમાં આવી ગયેલા પર કાબૂ કરવો તે.
(c) યોગ સંલીનતા - અપ્રશસ્ત યોગોનો નિરોધ અને પ્રશસ્તયોગોની ઉદીરણા તે.
(4) વિવિક્તચરિયા સંલીનતા - સ્ત્રી-પશુ-નપુંસકથી રહિત સ્થાનમાં, પીઠ-ફલક આદિ યાચીને રહેવું તે.