________________
ષ્યમાં સંસારનું કોઇ દુઃખ ન” તુ જોઇતું, માટે સ્મશાનમાં રહી સસરા દ્વારા કરાયેલા મારણાંતિક દુઃખને હસતે મુખે સ્વીકારી લીધું. મન એ રીતે સમાધિમાં ટેવાઇ જાય તો ભવાંતરમાં આવનારા નરકના કાતિલ દુખોમાં મન અસમાધિમાં જાય નહીં. તેવા ઉત્તમ આશયથી શ્રેણિકે કોણિક દ્વારા રોજના મરાતા ૧૦૦ ફટકાના મારને પ્રસન્નતાથી સહી લીધા.. આપણે પણ ઉપરોક્ત બેમાંથી કોઇક આશયથી રોજ નાની-મોટી કષ્ટક્રિયાને જીવનમાં પ્રસન્નતાથી વણી લેવી જોઇએ જેવી કે
૧) ગરમીમાંથી આવ્યા પછી ૫ મિનિટ તો પંખો ચાલુ ન જ કરવો, જેથી ગરમીને સહન કરવાની ટેવ પડે.
૨) દિવસમાં ઘરની બહાર ૧૦૦ ડગલા તો ખુલ્લા પગે ચાલવું જ.
૩) પાંચ મચ્છર ડંખ મારી ન જાય ત્યાં સુધી ઓડોમાસાદિ ટ્યુબ કે ગુડનાઇટ વગેરેનો ઉપયોગ ન કરવો.
( ૪) ૫૦૦ ડગલામાં દેરાસર ઉપાશ્રય હોય, તો ચાલીને જ દર્શન વંદનાદિ કરવા જવું.
૫) રાતના ઠંડી લાગે તો ૧ બ્લેન્કેટથી વધારે ન જ ઓઢવો.
૬) શિયાળામાં કમસે કમ ૧ ગ્લાસ ઠંડુ પાણી અને ઉનાળામાં ૧ ગ્લાસ ગરમ પાણી પીવાની ટેવ અવશ્ય પાડવી. વગેરે..
આ રીતે કાયક્લેશને સહન કરી ઝડપથી મુક્તિગામી બનીએ તેજ અભ્યર્થના...