________________
કાયક્લેશ-સંલીનતા
અત્યાર સુધીના તપમાં જીભની આસક્તિ અને પેટની આજીવિકા ૫૨ control મુકવા દ્વારા કર્મનિર્જરા બતાવી, પણ જીવ માત્ર પેટ કે જીભના કારણેજ કર્મ બાંધે છે તેવું નથી, પણ બાકીની ૪ ઇન્દ્રિયો અને શરીરના પ્રત્યેક અવયવ પ્રત્યેની આસક્તિ અને તેનાથી થતી પ્રવૃત્તિથી પણ જંગી કર્મ બાંધે છે. માટે હવેના કાયક્લેશ અને સંલીનતા નામના તપમાં શરીરના પ્રત્યેક અવયવની અથવા પાંચે ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ-અનુકૂળતા પર કાબુ મૂકવામાં આવે છે, જેથી જીવનો સર્વાંગી રીતે કર્મબંધ અટકી જાય.
આમ કાયાને કષ્ટ આપવું તે કાયક્લેશ, એટલુંજ નહીં પણ કાયાના પ્રત્યેક અવયવની આસક્તિ છોડી હું દેહથી અલગ છું-આ ભાવોને વધુને વધુ ઘુંટી કાયાની અનુકૂળતાનો ત્યાગ અને પ્રતિકૂળતાનો સ્વીકાર કરવો તેજ સાચો કાયક્લેશ નામનો તપ... આજ ન્યાયને કેન્દ્રમાં રાખી સાધુ લોચવિહાર આદિ સાધના કરે છે, જેમાં લોચ એટલે માથાના, દાઢીના તથા મુંછના વાળને પોતે અથવા અન્ય સાધુ દ્વારા ખેંચી ખેંચીને કાઢવા કે કઢાવવા. ચાહે લોહી નીકળે-ચાહે પીડા થાય પણ મારે શરીરની અનુકૂળતાને પોષવી નથી, આ વૃત્તિને જીવંત રાખવા સાધુ કાયાને કષ્ટ આપે છે. આજના કાળે એક પ્રશ્ન વ્યાપક ચર્ચાય છે કે શરીરને ખોટું કષ્ટ આપવાથી શું ? પૂજા, અનુકંપા, જીવદયા વગેરે બરાબર છે, પણ લોચ-વિહાર-તપ-ત્યાગ-ગરમી- ઠંડી આદિ સહન કરવાની જરૂર શી ? શરીરને કષ્ટ આપવાથી એવું ક્યું સુખ મળે છે ? જેને ખાતર શરીરને આટલો બધો ત્રાસ અપાય છે... ?
સૌ પ્રથમ તો જીવ દ્વારા કરાતા પાપોના મૂળમાં શરીરની સુખાકારતાનું આકર્ષણ રહેલું છે, માટે દેહે ભલે જીવનું કાંઇ બગાડ્યું નથી, પણ તેના પ્રત્યે રહેલી આસક્તિએ જીવના નાફાતિયા ઊડાડી દીધા છે, કર્મ બંધાય છે શરીરની આસક્તિને લીધે, તો શરીરને કષ્ટ આપવાથી જ તે કર્મો છુટશે ને ? પ્રશ્ન - શાસ્ત્રમાં કર્મોના પેટા વિભાગ ઘણી રીતના છે. જેમ અશાતા વેદનીય કર્મ છે, તેમ શાતા વેદનીય કર્મ પણ છે. કષ્ટ આપવાથી અશાતાવેદનીય ખપે, જ્યારે શરીરને અનુકૂળ વર્તવાથી શાતાવેદનીય કર્મ બળશે, ટુંકમાં કર્મનિર્જરા તો થવાની જ છે ને ?
૭૪
22.