________________
ઉત્તર - આ પ્રશ્નના ઉત્તરમાં પંચવસ્તુ નામના ગ્રંથમાં જણાવે છે.
अत्र पञ्चवस्तुके उपवासादिषु असातानिर्जरति भोजने सातानिर्जरासाम्ये उपवासादिकरणं किमर्थं इति ?
तत्रोच्यते : १) भोजनादिषु षट्कायपरिमन्थः, उपवासे च तदभावाद् अशुभनवकर्मबन्धाभावे संवरपूर्वकसकामनिर्जरामूलत्वाद् हितम् ।।
२) तथा चास्यात्मनः साताविपाके सरागहेतुत्वेन इष्टसंयोगैकत्वता अनादिसहजपरिणमनाद्, आतापनादिषु कर्मविपाकोपयोगत्वेन तथा परिणमनाद् असङ्गताकारणत्वात् त्याग एव साधनमूलं च ।।
(૧) ભોજન અથવા તો ઇન્દ્રિયોના વિષયોના સાધનોના નિર્માણથી માંડી ભોગવટા સુધીમાં સર્વત્ર ષજીવનિકાયની ચિક્કાર હિંસા વ્યાપેલી છે.
જ્યારે ઉપવાસ વગેરે તપોમાં ક્યાંક નહિવત્ હિંસા છે, તો ક્યાંક સંપૂર્ણપણે હિંસારહિતતા છે. માટે નવા કર્મોનો બંધ નહિવત્ થાય છે અથવા સંપૂર્ણ અટકી જાય છે. જેમ કર્મનિર્જરા મહત્ત્વની છે, તેમ નવા કર્મોનો પ્રવેશ અટકે તે પણ અતિઆવશ્યક છે, નિર્જરા સાથે સંવર પણ મહત્ત્વનું અંગ છે. માટે જ શાતાવેદનીયના ઉદયમાં શાતાવેદનીયની નિર્જરા થતી હોવા છતાં પણ નવા કર્મોનો બંધ અક્યો નથી, ષકાયની વિરાધનાજન્ય કર્મબંધ ચાલે છે. જ્યારે ઉપવાસ-કાયક્લેશ-રસત્યાગ વગેરેમાં નિર્જરા સાથે જીવહિંસા અને ઇન્દ્રિયોના વિષયોના આકર્ષણજન્ય કર્મબંધ સંપૂર્ણ અટક્યો હોવાથી કર્મોનો સંવર પણ તેમાં સમાવિષ્ટ થાય છે.
આમ, “આનાથી મારી કર્મનિર્જરા થશે.” “ભલે શરીરને કષ્ટ પડે, પણ આ જ કષ્ટથી મારુ અનંતગુણમય સ્વરૂપ પ્રગટ થશે તેવી ભાવનાથી કરાતા અણસણ-ઉણોદરી-કાયક્લેશાદિ-તપો અશાતાવેદનીયાદિ સાત કર્મોની સંવરપૂર્વકની સકામનિર્જરા કરનારા થાય છે. જ્યારે સુખનો ભોગવટો માત્ર શાતાવેદનીયની નિર્જરા અને નવા અનેક અશાતાવેદનીય આદિના બંધનું કારણ બને છે.
(૨) આ ઉપરાંત અનાદિકાળથી જીવને ઇષ્ટવસ્તુની પ્રાપ્તિમાં સુખનો રાગ પ્રગટ થઇ જ જાય છે, સુખનો આ રાગ નવા અશુભકર્મોનો બંધ કરાવનારો બને છે, જ્યારે ઇચ્છાપૂર્વક કરાતા આતાપના-કાયક્લેશાદિ તપો પૂર્વના ભવોમાં કરેલા કુકર્મોના વિપાકોની યાદને તાજી કરાવે છે, એટલે કે પૂર્વના