________________
બની હોવાથી ગૌણ ન કરી શકાય... આમ બન્ને રીતે ઇચ્છાનિરોધ નામનો સૌથી વિશિષ્ટ તપ સહજતાથી જીવનમાં વણાય છે.
૪) વિશિષ્ટ અભિગ્રહ (પ્રભુવીરના જેવો) હોય, જેમાં રાજકુંવરી અને માથે મુંડન અને દાસત્વ.. આવી સાવ વિરોધી ગણાતી શરતો પણ અભિગ્રહના પ્રભાવે પૂર્ણ થાય, ત્યારે અભિગ્રહની-સંકલ્પની તાકાત પર શ્રદ્ધા થાય
છે.
૫) સાવ વિરોધાભાસી ગણાતી ઘટના અભિગ્રહના પ્રભાવે બને ત્યારે પરમાત્માનું વચન કે સંસારમાં તમામ પ્રકારની ઘટનાઓ-સંબંધો અનંતીવાર બને છે તે વાત પર વિશ્વાસ વધતા વૈરાગ્ય વધુ દ્રઢ બને છે.
कालंमि अणाइए, जीवाणं विविहकम्मवसगाणं । तं नत्थि संविहाणं संसारे जं न संभवइ ।।
(અનાદિકાળથી વિવિધકર્મોને વશ થઇને ભમતા જીવોને સંસારમાં તેવા પ્રકારનો કોઇ સંબંધ-પ્રસંગ નથી જે બન્યો ન હોય.).
આવો અમર્યાદિતકાળ સુધી સંસ્કારોને ખતમ કરનારો વૃત્તિસંક્ષેપ તપ આપણે પણ અવારનવાર આચરવો જોઇએ, જેથી કુસંસ્કારોનો નાશ ખૂબ ઝડપથી થાય. આમ અણસણ-ઊણોદરી બાદ વૃત્તિસંક્ષેપ નામનો તપ પણ જીવના ઉત્થાનમાં ખૂબ અસરકર્તા સાબિત થાય છે.