________________
આવી. છેવટે ઘરડા માસી ચીડાઇને બોલી ગયા, બધામાં નાના તો શું રાખ હોરાવું ?... અને આચાર્ય ભગવંતનું પારણું થયું... આજે પણ તે આચાર્યશ્રી વિશિષ્ટ પ્રકારના તપથી જિનશાસનના ગગનમાં શોભી રહયા છે.
૫) ખેમર્ષ ષિએ આરાધેલા વૃત્તિસંક્ષેપના તપો.
a) એક દિવસ તેમણે એવો અભિગ્રહ ધારણ ક્યું કે ધારાનગરીના રાજા ભોજના નાનાભાઇ સિંધુલ પાસે જે રાવણ રહેતો હતો તે રાવકૃષ્ણ સ્નાન કરેલો હોય, તેના વાળ જ્યારે છૂટા હોય, અને મન ઉદ્વિગ્ન હોય, ત્યારે મને એ એકવીસ પુડલા વહોરાવે ત્યારે મારે પારણું કરવું. ત્રણ મહિના અને આઠ દિવસના ઉપવાસ થયા બાદ તે બધા સંયોગો એકત્રિત થયા અને મહાતપસ્વીએ પારણુ .
b) બીજીવાર તેમણે એવો અભિગ્રહ ધારણ ર્યો કે ભોજરાજાના નાનાભાઈ સિંધુલનો હાથી મદમાં આવી જાય અને મને જો પાંચ લાડુ વહોરાવે ત્યારે જ મારે પારણુ કરવું. પાંચ મહિના અને અઢાર દિવસના ઉપવાસ થયા બાદ તેજ પરિસ્થિતિનું સર્જન થતાં પારણુ થઈ ગયું.
c) તેમણે ત્રીજો અભિગ્રહ એવો ર્યો હતો કે જે સાસુ સાથે લડી હોય, વિધવા હોય, એવી કોઇ બ્રાહ્મણી બે ગામ વચ્ચેની સૂકી નદી વચ્ચે ઊભી રહીને મને વેડમી વહોરાવે ત્યારે મારે આ તપનું પારણું કરવું. ઘણા દિવસો બાદ આ બધા જ સંયોગો ઊભા થયા અને પારણું થયું.
- વર્તમાનકાળમાં ભોજનમાં આવેલા દ્રવ્યોમાંથી ૧-૨ દ્રવ્યોનો ત્યાગ કરવા દ્વારા (દ્રવ્ય ભણી સર્વ વસ્તુનો સંક્ષેપ ન કીધો) પણ વૃત્તિસંક્ષેપ તપ આરાધાય છે, આવો વૃત્તિસંક્ષેપ નામનો તપ જીવનમાં પ્રવેશતા અનેક લાભો થાય છે,
૧) અમર્યાદિતકાળ સુધીના ત્યાગથી કુસંસ્કારો પર અમર્યાદિત કાળનું નિયંત્રણ આવે છે.
૨) અમર્યાદિતકાળ સુધીના નિયંત્રણથી તે-તે પદાર્થોની આસક્તિ લગભગ નષ્ટ થઈ જાય છે.
૩) સાધનાની, તપ-ત્યાગાદિ ઇચ્છા લાંબી હોય પણ પ્રતિજ્ઞા પૂર્ણ થતા સાધના પૂર્ણ કરવી પડે અને ક્યારેક બીજા બાજુ અન્ય તપ-ત્યાગાદિ સાધનાની ઇચ્છા હોય પણ ચાલુ લીધેલ અભિગ્રહની સાધના અમર્યાદિતકા