________________
૪) કોઇ સાધ્વીજી ઘરે ગોચરી વહોરવા આવે. ૫) એક સફેદ કબૂતર આવીને જાતે જ મારા હાથથી દાણો ખાય. ૬) કોઇ આંબિલના તપસ્વી ત્યારે પારણું કરવા પધારે.
૭) નવી ગાડીમાં બેસીને, પૂજાના વસ્ત્ર પહેરીને કોઇ મને પારણું કરાવવા આવે. આ બધું એમણે કોઇને જણાવ્યું નહિ. પારણાના દિવસે એમને ત્યાં સેંકડો માણસો આવ્યા. બધાને એટલી ખબર તો પડી કે “બહેને કોઇક અભિગ્રહ લીધો છે.” પણ એ ક્યો છે, એ ખબર નહિ. અમુક અભિગ્રહો પૂરા થતા ન હતા એટલે પારણું અટકી પડેલું. બધા લોકો નિરાશ થઈ ગયા. ધીરે ધીરે ભીડ ઓછી થતી ગઇ. બપોરના બાર વાગ્યા. બધા પરેશાન હતા.
ત્યાં એક તપસ્વીબેન આંબિલ કરવા બેઠા, એમને થયું કે “લાવ, આ લુખી રોટલીની વિનંતી તો કરું ?” જોગાનુજોગ પરિવારના ૨૬ વ્યક્તિઓ હાજર અને એ બેને લખી રોટલીની વિનંતિ કરી. બીજા બધા અભિગ્રહો તો પહેલા જ પૂરા થઇ ગયેલા. આ અભિગ્રહ પણ પૂર્ણ થયો અને એને માસક્ષમણનું પારણું લખી રોટલીથી ક્યું.
૩) એક મુનિ ભગવંતે અભિગ્રહ ર્યો કે રડતી છોકરી ચપ્પાથી ભીંડાનું શાક વ્હોરાવે તો જ મારે વાપરવું... માંડલીમાં ગોચરી લાવવાનું કામ પોતાનું. રોજ ગોચરી જાય, શરત પૂર્ણ ન થાય એટલે પોતે શાક ન વાપરે પણ બીજાની ઉત્કૃષ્ટભાવથી ભક્તિ કરે. એક વખત તે મુનિરાજ વ્હોરવા એક ઘરમાં પ્રવેશ્યાનાની બાળકી અન્યકામમાં મશગુલ હતી, મા એ હોરાવવાના સંસ્કાર પડે તે આશયથી બળજબરીથી રોટલી વ્હોરાવડાવી, એટલે બાળકી રડવા માંડી. પછી શાક વ્હોરાવવું હતું, પણ ચમચો ન મળ્યો તેથી રડતી બાળકીના હાથમાં ચપ્પ આપી તેનાથી શાક વ્હોરાવ્યું, ૬ મહિને શરત પૂર્ણ થતા મુનિરાજે શાક વાપરવાનું ચાલુ ક્યું. આજે પણ તે મુનિરાજ આચાર્ય બની વિચરે છે, જેને સાધુઓ જ્ઞાનની Mobile લાયબ્રેરી માને છે.
૪) એક આચાર્ય ભગવંતે વર્ધમાનતપની ઓળી પારણા માટે અભિગ્રહ ધારણ ક્યું કે રાખ હોરાવીને કોઇ પારણું કરાવે તો મારે કરવું. અને દિવસો સુધી ઉપવાસ ચાલ્યા, ૧૧ મા દિવસે પોતાના માસીને ત્યાં હોરવા ગયા, ઘણા દિવસથી આચાર્ય મ.સા. કંઇ લેતા નથી એની ચર્ચા માસીના કાન પર પહોંચી ગયેલી, નાનામાં નાની ચીજની વિનંતી કરી પણ બધામાં “ના”