________________
તેના થોડા ઉદાહરણ આપણે જોઇ લઇએ. એક મુનિરાજે એકવાર એવો અભિગ્રહ લીધો કે. ૧) ભાઇના હાથમાં કાગળ હોય.
૨) કાનમાં પેન-પેન્સિલ રાખેલી હોય. ૩) ખોળામાં બાળક હોય.
૪) બે બાળકો ખીર માટે માંગણી કરતા હોય. ૫) ઘરમાં ખીર બનાવેલી હોય.
૬) ખીર કાંસાના વાસણમાં હોય.
૭) બહેને કેસરી રંગનાં વસ્ત્રો પહેર્યા હોય.
૮) બહેનના માથા પરના વાળ છૂટા હોય.
૯) “મહારાજ ! ખીર લો, ખીર લો...'' એમ વિનંતી કરે.
૧૦) રાત્રિભોજન, કંદમૂળ, સચિત્તનો ત્યાગ કરે.
૧૧) આજીવન બ્રહ્મચર્યનો સ્વીકાર કરે, તો મારે પારણુ કરવું. ૩૨ ઉપવાસ થઇ ગયા. છેલ્લે ૩૩ મા દિવસે ખરેખર અભિગ્રહ પૂર્ણ થયો, મહાત્માએ પારણું ક્યું.
(૨) ચેન્નઇના (મદ્રાસના) એક શ્રાવિકાબેન અક્રમનું-પચ્ચક્ખાણ કરીને પાલિતાણા ગયા.
ત્યાં દાદાના દર્શન કરતી વખતે મનમાં ભાવના થઇ કે “હું માસક્ષમણ કરું.'’ સ્વજનોને પૃચ્છા કરી, બધાએ હા પાડી. પણ એક શરત કરી કે “તમે માસક્ષમણ ભલે અહીં કરો, પણ પારણું તો ચેન્નઇમાં જ કરવાનું.’’ બહેને એ વાત સ્વીકારી.
માસક્ષમણ પૂર્ણ થતા જ તેઓ ચેન્નઇ આવ્યા. એ બહેને પારણા પહેલા સાત પ્રકારના અભિગ્રહો મનમાં ધારણ ર્ક્યુ. નિર્ણય ર્યો કે ‘આ મારા ૭ અભિગ્રહો પૂર્ણ થશે તો જ હું પારણું કરીશ, બાકી પારણું નહીં કરું.’’ એ ૭ અભિગ્રહો આ પ્રમાણે હતા.
૧) પારણા કરાવવાવાળા ૨૭ લોકો એક સાથે મળીને પારણુ કરાવે. ૨) સૌથી પહેલી લુખી રોટલીથી પારણું કરાવે.
૩) વિનંતિ વિના જ કોઇક આચાર્ય ભગવંત ઘરે પધારે.
૬૯ નું છે.