________________
ઉણોદરી
યાવત્ત્કથિક અણસણમાં સંલેખનાની વિધિમાં ક્રમશઃ ૧-૧ કોળીયો અને પાછળથી ૧-૧ દાણો ઓછો ક૨વાનું જે વિધાન છે, તે આંશિક રીતે ઉણોદરી નામનો તપ કહેવાય, જૈન શાસ્ત્રોમાં અણસણનું જેટલું મહત્ત્વ છે, તેટલુંજ અથવા સવાયું મહત્ત્વ ઉણોદરી નામના તપનું છે, કારણ મનની આસક્તિને પોષક અને શરીરની પુષ્ટિને પોષક દ્રવ્યો સહજતાથી મળતા હોય ત્યારે સંપૂર્ણ છોડી દેવા હજી સરળ છે, પણ એનો ભોગવટો શરૂ ર્યા પછી શરીરની પુષ્ટિ વધતી દેખાતી હોય, જે ક્ષુધાની પીડા અનુભવાતી હતી તે ઘટતી જતી હોય, શરીરને થતા સુખનો અનુભવ વધતો જતો હોય, સારા વર્ણ-ગંધ-૨સાદિથી યુક્ત ભોજન વાપરતા મનને પણ (આસક્તિજન્ય) પ્રસન્નતા અનુભવાતી હોય ત્યારે અનાદિકાળના સંસ્કારો એકજ વાત કરતા હોય, હજી વધુ... હજી વધુ... એક કણીયાનો ય ભોગવટો છોડવો નથી... અરે ! ભોજનના અતિરેકથી શરીર ના પાડી દે, તો ય મન ભોગવટાનો વિરામ કરવા તૈયાર નથી થતું... તો પછી શરીર-મન બન્ને ભોગવટા માટે તૈયાર હોય, ત્યારે ૧ કોળીયો, અરે ૧ દાણા જેટલા પણ ભોગવટા માટે મનને-શરીરને ના પાડી અણાહારીપણાના સ્વભાવત૨ફ આત્મા પોતાનું પલ્લુ ઝુકાવી દે તે અદ્ભુત પરાક્રમ અને વિશિષ્ટ આશ્ચર્ય નહીં તો બીજું શું કહેવાય ?
ય
ભિખારી આંગણે આવે અને ખોરાકનું દાન ન આપવું તે અણસણ, ભિખારીને રોટલો આખો દેખાડી અડધો જ આપવો તે ઉણોદરી અણસણ એટલે આહાર સંજ્ઞા સ્વરૂપી ભિખારીની ઉપેક્ષા અને ઉણોદરી વૃત્તિસંક્ષેપ અને રસત્યાગરૂપી ત્રિક એટલે આહારસંશા રૂપી ભિખારીનો અનાદર. અનાદર થતા દોષોને ઘા વધુ લાગે છે. વર્ષોથી કહ્યાગરો દીકરો પુત્રવધૂનો હાથો બની સામે પડી અનાદર કરે તો તે આઘાતને બાપ ઝીરવી નથી શકતો, તેમ વર્ષોથી દોષોનો- સંસ્કારોનો કહ્યાગરો બનેલો જીવ ઉણોદરી આદિ તપનો હાથો બની દોષોનો અનાદર-તિરસ્કાર કરે, દોષોની ઇચ્છા-આજ્ઞા વિરુદ્ધ જાય તો દોષો પણ તે આઘાતને કેવી રીતે ઝીરવી શકે ? માટે જ અણસણ તપની હાજરીમાં કે ગેરહાજરીમાં ઉણોદરી આદિ તપ તો મોક્ષમાર્ગનો ઇચ્છુક જીવ સતત આરાધતો રહે... શરીર અશક્ત છે, અણસણ-(એકાસણા, ઉપવાસાદિ) તપ કરવા શરીર સહાયક નથી એવું લાગે, ત્યારે તો ઉણોદરી આદિ તપ
૬૪ ૨.