________________
પ્રાયઃ ઉપવાસ આદિ કરવાથી મુખ સુકાય છે-થૂંક પણ સુકાય છે, મોં સરળતાથી ખુલતું નથી, આવો અનુભવ આપણને સૌને છે, સંલેખના બાદ અણસણ સ્વીકારે તો નિયત મર્યાદા સુધી મોંમા પાણીનું ટીપું પણ જાય નહીં ત્યારે મોં ખોલવાની પ્રતિકૂળતા પડી શકે છે અને અંત સમયે મોંમાં પરમાત્માનું નામ નહીં, નમસ્કારનું ઉચ્ચારણ નહીં તે તો કેમ ચાલે ? તેલનો મોંમાં કોગળો ભરતા મોં ચીકણું બને છે. સુકાઇને ચીપકી જતું નથી, અને અંત સમયે નમસ્કારનું સ્મરણ ઉચ્ચારણ સુલભ બની જાય છે. જો આયુષ્ય અલ્પ હોય તો ૧૨ વર્ષની સંલેખના ૧૨ મહિનામાં અથવા મહિનામાં ક્રમશઃ
પૂર્ણ કરાય છે.
કેવી દુરંદેશિતા ! આ સર્વજ્ઞ પ્રરૂપિત શાસનમાં જ સંભવી શકે છે, શરીરને કહ્યાગરુ બનાવવાની કેવી અદ્ભુત પદ્ધતિ આની અંદર દેખાડવામાં આવી છે ! ક્યાંય શરીરની આસક્તિ પુષ્ટ થઇ ન જાય તો સાધનાનો અતિરેક કરતા ક્યાંક સમાધિ ખોરવાઇ ન જાય, આનું અદ્ભુત Balance રાખી જીવનો શીઘ્રમાં શીઘ્ર મોક્ષ અથવા સદ્ગતિ તરફ પ્રયાણ નિશ્ચિત થઇ જાય તેની અદ્ભુત પરંપરા અણસણ તપના માધ્યમે જે વીતરાગ પરમાત્માએ બતાવી છે તેને શતશઃ, સહસ્ત્રશઃ, લક્ષશઃ, કોટિશઃ વંદના.
Poo
૬૩ વિજ