________________
૪) પછીના ૬ મહિના ઉત્કૃષ્ટ તપ પણ ન કરે. માત્ર ૧,૨ ઉપવાસ જ કરે અને પારણે ઉણોદરીયુક્ત આયંબિલ કરે. મતલબ અત્યાર સુધી લુન્ સુખુ પણ પૂરતુ ખાવાનું મળતું હતું, પણ હવે રસ પરના વિજય સાથે ઉણોદરી પણ કરવામાં આવે છે.
૫) હવેના ૬ મહિના ઉત્કૃષ્ટ તપ કરે. મતલબ ૩,૪,૫ વગેરે ઉપવાસો કરે પણ પારણે ભર્યુંભાણું આયંબિલ કરે એટલે કે ઉણોદરીની જગ્યાએ યથાયોગ્ય વાપરવાપૂર્વક આયંબિલ કરે.
) આમ, ૧૧ વર્ષ પૂર્ણ થયા. હવે છેલ્લા વર્ષમાં કોટીસહિતનું આયબિલ કરે, મતલબ ઉપરાઉપરી સળંગ આયંબિલ કરે, મતાંતરે આયંબિલઉપવાસ કરે... સામાન્યતઃ પુરુષને આશ્રયી ૩૨ કોળીયાપ્રમાણ ખોરાક સમમાણ કહેવાય, તેનાથી ઓછો ખોરાક વાપરે તે ઉણોદરી કહેવાય અને વધુ વાપરે તો વધુ પ્રમાણવાળો ખોરાક કહેવાય. છેલ્લા વર્ષમાં કોટીસહિત આયંબિલમાં પણ રોજ ક્રમશઃ ૧-૧ કોળીયો ખોરાક ઓછો કરે, આમ જ્યારે આયંબિલમાં માત્ર ૧ કોળીયો-પ્રમાણે જ રહે ત્યારથી ૧-૧ દાણો ખોરાક ઓછો કરે, જ્યાં સુધી માત્ર ૧ જ દાણો ખોરાક બાકી રહે; ત્યારથી વર્ષના બાકીના દિવસોમાં માત્ર ૧ દાણાનું આયંબિલ કરે.
આ રીતના જ્યારે ૧ વર્ષમાંથી ૮ મહિના પસાર થાય, ૧૨ વર્ષમાં માત્ર ૪ મહિના જ બાકી હોય, શરીર તપ દ્વારા અને મને વૈરાગ્ય દ્વારા એકદમ ભાવિત થઇ ગયું હોય, ત્યારથી ૧ દાણાનું આયંબિલ કરી આયંબિલમાં જ મોંમાં તેલનો ઘુટડો ભરી રાખે, થોડીવાર પછી તે તેલને રાખના પ્યાલામાં કાઢી રાખ સાથે ભેળવી વોસિરાવી દે. બીજા દિવસે ફરી તેલનો ઘુંટડો ભરી રાખના પ્યાલામાં કાઢી રાખ સાથે ભેળવી વોસિરાવી દે.. આ રીતે ૪ મહિના કરે, આમ ૧૨ વર્ષની સંખના પૂર્ણ થતા પાદપોપગમન આદિમાંથી યથાશક્તિ કોઈ પણ અણસણ સ્વીકારી સમાધિપૂર્વક કાળ કરી મોક્ષમાં ક્યાંતો દેવલોકમાં જાય. પ્રશ્ન થાય કે આયંબિલના પચ્ચકખાણમાં તેલનો ઘુટડો ભરવાની છૂટ શા માટે આપી ? તો શાસ્ત્રકારો જણાવે છે.
यदि पुनः तैलगण्डूषविधानं न कार्यते तदा रुक्षत्वात्तेन मुखयंत्रमीलनसम्भवे पर्यतसमये नमस्कारमुच्चारयितुं न शक्नोति ॥
(પ્રવચન સારોદ્ધાર)