________________
ત્રણ પ્રકારના અણસણ તમામ જીવોને ક૨વાની છુટ નથી. વિશિષ્ટ પાત્રતા, વિશિષ્ટ સહનશીલતા વગેરે ગુણોથી યુક્ત આત્માઓ જ ગુરુકુલવાસની તમામ જવાબદારી વહન થઇ ગયા બાદ... જિનકલ્પ, પરિહારવિશુદ્ધિકલ્પ અથવા યથાલંદક કલ્પ વગેરે વિશિષ્ટ આરાધનાનો સ્વીકાર જીવનમાં કરે છે. પણ આયુષ્યની મર્યાદા જણાય તો ઉપરોક્ત જિનકલ્પની જગ્યાએ અણસણને સ્વીકારી સમાધિપૂર્વક દેહનો ત્યાગ કરે છે, અણસણ સ્વીકારતા પૂર્વે ૧૨ વર્ષની સંલેખના કરે છે.
निप्फाइआ य सीसा सउणी जह अण्डयं पयत्तेण । बारससंवच्छरियं सो संलेह अह करेइ ||१|| चत्तारि विचित्ताइं विगईनिज्जुहिआइं चत्तारि । संवच्छरे उ दोन्नि उ एगंतरियं च आयामं ||२|| नाइविगिट्ठो य तवो छम्मासे परिमियं च आयामं । अन्ने वि य छम्मासे होइ विगिद्वं तवोकम्मं ||३|| वासं कोडिसहिअं आयामं कट्टु आणुपुव्वीए । गिरिकंदरं तु गंतुं पायवगमणं अह करेइ ॥४॥
શરીરનું માંસ-લોહી આદિ સુકવી નાખી શરીરને આત્માથી જુદુ કરવાની તૈયારી એટલેજ સંલેખના...
૧) પ્રથમ ૪ વર્ષ વિચિત્ર તપો કરે, વિચિત્ર તપનો મતલબ છે ૨,૩,૪,૫,૬ વગેરે ઉપવાસો કરે અને પારણે વિગઇયુક્ત (શરીરને પુષ્ટિ આપના૨) નિર્દોષ ગોચરી વાપરે.
૨) બીજા ૪ વર્ષ પણ ઉપ૨ મુજબ વિચિત્ર તપો ચાલુ જ રાખે, પણ પારણે વિગઇયુક્ત એકાસણાની જગ્યાએ નિર્દોષ નિવિ (વિગઇનું રૂપાંતરિત જેમાં થઇ જાય,) કરે... મતલબ પ્રથમ ૪ વર્ષમાં પારણે પુષ્ટિકારક ઉત્કૃષ્ટ દ્રવ્યો વાપરતા, જ્યારે બીજા ૪ વર્ષમાં પારણે પુષ્ટિકારક મધ્યમ દ્રવ્યો વાપરે.
૩) પછીના ૨ વર્ષ સુધી એકાંતર આયંબિલ કરે, મતલબ ઉપવાસ પારણે આયંબિલ પાછો ઉપવાસ પાછું આયંબિલ... અત્યાર સુધી તપ લાંબો પણ (૪-૫-૬ ઉપવાસ) થઇ શકતો હતો પણ પારણે પુષ્ટિકારક પદાર્થો મળતા હતા. આ ૨ વર્ષમાં તપ પણ નાનો-પારણામાં પણ પુષ્ટિકારક કાંઇ ન જાય.
2.
૬૧