________________
૨) ઇંગિની અણસણ - નિયમા ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે, અને બીજા દ્વારા શરીરનું કોઇ પરિકર્મ ન કરાવે, માત્ર પોતાની જતે સમાધિને ટકાવવાના આશયથી નિયત (ઇંગિત) પ્રદેશની અંદર ઉદ્વર્તન-અપવર્તન (પડખા ફેરવવાદિ) આદિ ચેષ્ટા કરે..ફિક્યાં દુનિયનશ્ચિતુર્વિધા:રવિરતિઃ पुनरिङ्गितदेशाभ्यन्तरे उद्वर्तनादिचेष्टात्मकं परिकर्म यथासमाधि विदधात्यपीति ।
૩) પાદપોપગમન અણસણ - ઉપરોક્ત બન્ને અણસણ કરતા વધુ શુદ્ધિ અને સત્ત્વથી આ અણસણ સ્વીકારાય છે. ઇંગિની અણસણ મુજબ ચાર આહારનો સંપૂર્ણત્યાગ ર્યો હોય, બાહ્ય-અભ્યતર ઉપધિને પણ સંપૂર્ણપણે વોસિરાવી દીધી હોય અને આ ઉપરાંત કોઇની પાસે કે સ્વયં-શરીર વિશેનું નાનું પરિકર્મ પણ ન કરે. વૃક્ષ જેમ જે સ્થળે જેવી રીતે પડેલું હોય, તે સ્થળે તેવી જ રીતે પડેલું રહે છે, અન્ય દ્વારા તેને ખસેડાય તો ખસે, બાકી નિષ્પકંપ નિશ્ચલ-નિચ્ચેષ્ટ અવસ્થામાં તેમનું તેમ પડ્યું રહે છે, તેમ અણસણ સ્વીકારતા મહાનુભાગ જે અવસ્થામાં અણસણ સ્વીકારે પછી મરણ સુધી પોતાના નાના અંગનું પણ જે હલન-ચલન ન કરે-કરાવે તે પાદપોપગમન અણસણ કહેવાય. દેહાધ્યાસ પર કેવો વિશિષ્ટ કાબુ રાખ્યો હોય ત્યારે આ પરાક્રમ સંભવિત બને.. કોઇ હિંસક પશુ આવીને ફાડી ખાય ત્યારે પણ કોઈ પ્રતિક્રિયા નહીં, ઉપસર્ગોને સમાધિપૂર્વક સહન કરવાં એ તો ઘણું દુષ્કર અને ઉત્કૃષ્ટ કાર્ય છે. પણ ઉપસર્ગોના ઉદયમાં માનસિક સમાધિ સાથે શારીરિક નિચ્ચેષ્ટતા ઉભી રાખવી તે તો એનાથી પણ વધુ દુષ્કર છે. જ્યારે પાદપોપગમન અણસણવાળા જીવો-મારણાંતિક ઉપસર્ગોમાં શારીરિક રીએક્શન પણ ન ઉત્પન્ન થાય તેવી રીતે દેહાધ્યાસને ખતમ કરી નાખે છે.
यथैव पादपः क्वचित्कथंचित् निपतितः सममसमं वा अविभावयन् निश्चल एवास्ते, तथा अयमपि भगवान् यद्यथा समविषमदेशेष्वङ्गमुपाङ्गं वा प्रथमतः पतितं न तत्ततश्चलयतीति ||
આ અણસણોની પદ્ધતિ-ક્રમશઃ Step વગેરે ભક્તપરિજ્ઞા, સંસ્કારક, આતુરપ્રત્યાખ્યાન, મરણસમાધિ વગેરે પન્ના ગ્રંથોમાં વિશદ રીતે વર્ણવ્યા છે.
લોકોત્તર શાસનની બલિહારી છે કે તેણે જીવના શરીરની સામર્થની અને મનની સાત્વિકતાની એમ ઉભયની ચિંતા કરી છે, ઉપરોક્ત બતાવેલા