________________
રીતે કરવું યોગ્ય છે અને કઇ રીતે કરવું અયોગ્ય છે એવા પ્રકારના જ્ઞાનવાળા થવું તે જ્ઞાનશુદ્ધિ...
૩) વિનયશુદ્ધિ :- ગુરૂને વિધિપૂર્વક વંદન કરીને, યોગ્ય વિનયબહુમાન સાચવવા દ્વારા પચ્ચકખાણ કરવું...
૪) અનુભાષણ શુદ્ધિ :- ગુરૂ પચ્ચખાણ ઉચ્ચરાવે ત્યારે પોતે પણ મંદ સ્વરે પચ્ચક્ખાણ બોલતાં જવાનું તે..
૫) અનુપાલન શુદ્ધિ - વિષમ સંયોગોમાં, સંકટમાં પણ પચ્ચક્ખાણ ન ભાંગતા સમ્યગૂ રીતે પાળવું તે અનુપાલન શુદ્ધિ...
૬) ભાવશુદ્ધિ :- લૌકિક ફળની ઇચ્છા વિના તથા રાગ-દ્વેષ વિના માત્ર કર્મનિર્જરા માટે પચ્ચકખાણ કરવું તે ભાવશુદ્ધિ.
આ ઉપરાંત
૧) દાયકશુદ્ધિ – પચ્ચકખાણ આપનાર ગુરૂ ભગવંતને પચ્ચકખાણ સંબંધી તમામ જાણકારી હોવી તે.
૨) ગ્રાહકશુદ્ધિ :- પચ્ચકખાણ લેનાર સાધકને પચ્ચકખાણ સંબંધી તમામ જાણકારી રહેવી તે. એવા પણ બે ભેદ પડે છે.
૨) યાવસ્કથિક અણસણ તપ- જ્યારે આવશ્યક તમામ કાર્યો-સાધનાઓ પૂર્ણ થઇ ગયા હોય, પોતાના શરીરનો સંપૂર્ણ કસ કાઢીને વિશિષ્ટ કર્મનિર્જરા સાધી લીધાનો અહેસાસ થાય અને ગમે ત્યારે મરણ આવે તો સમાધિપૂર્વક દેહત્યાગ કરવા જે સજ્જ બન્યા હોય, તેવા આત્માઓ માટે શાસ્ત્રમાં યાવત્કથિક (જ્યાં સુધી જીવે ત્યાં સુધી) અણસણ કરવાની આજ્ઞા ફરમાવાઇ છે.
શાસ્ત્રમાં અણસણના ૩ ભેદ બતાવ્યા છે, ભક્તપરિક્ષા, ઇંગિની, પાદપોપગમન...
૧) ભક્તપરિજ્ઞા અણસણ - ચાર પ્રકારનો અથવા ત્રણ પ્રકારનો આહાર, બાહ્ય-અત્યંતર ઉપધિ બધું જ વોસિરાવી દે. પણ વિશેષ તકલીફમાં સમાધિ ઉપજે-ટકે એવા આશયથી જાતે અથવા બીજા પાસે શરીરની શુશ્રુષા આદિ કરાવે...
भक्तपरिज्ञायां हि त्रिविधं चतुर्विधं वाऽऽहारं प्रत्याचष्टे । शरीरपरिकर्म च स्वतः करोति परतश्च कारयति ।।