________________
અન્યધર્મના તપ કરતા જિનશાસનનો તપ વધુ કષ્ટદાયક તથા વધુ ફળદાયક છે તેવું લોકો પણ માને છે.
ઉપરોક્ત તમામ પચ્ચકખાણોને સારી રીતે પાળવા માટે, જીવનમાં તે પચ્ચક્ખાણના સાચા અને સંપૂર્ણ લાભને મેળવવા ૬ પ્રકારની શુદ્ધિને જીવનમાં વણવી અતિઆવશ્યક છે.
૧) ફાસિયં - વિધિપૂર્વક અને ઉચિતકાળે પચ્ચકખાણ ગ્રહણ કરવું.. ઉચિતકાળ : જે પચ્ચકખાણ કરવાનું હોય તેના પૂર્વના પચ્ચકખાણની મર્યાદા પૂર્ણ થાય તે પૂર્વે.
ઉદા. પોરિસિનું પચ્ચકખાણ નવકારશીનું પચ્ચકખાણની મર્યાદા પૂર્ણ થાય તેની પૂર્વે લઇ લેવું ધારી લેવું. નવકારશીનું પચ્ચકખાણ સૂર્યોદય પૂર્વે જ લઇ લેવું | ધારી લેવું.
વિધિઃ સ્થાપનાજી સમક્ષ, ગુરૂ સમક્ષ કે પરમાત્મા સમક્ષ યોગ્ય બહુમાન (ગુરૂવંદનાદિ) જાળવી રાગ-દ્વેષ કે નિયાણા રહિત પચ્ચકખાણ લેવું. વળી પચ્ચકખાણમાં ગુરૂ જ્યાં પચ્ચકખાઇ બોલે ત્યાં પચ્ચકખામિ બોલવું, વોસિરઇમાં “વોસિરામિ' બોલવું...
૨) પાલિય – કરેલા પચ્ચકખાણને વારંવાર યાદ કરવું...“સંકલ્પથી સિદ્ધિ” સૂત્રને ચરિતાર્થ કરવું.
૩) સોહિયં - ગુરૂ વગેરેને આપ્યા પછી જે શેષ વધ્યું હોય તે વાપરવું, એટલે કે દાન-સાધર્મિક ભક્તિ આદિ દ્વારા અન્યની ભક્તિ-સહાય કરી પછી વાપરવું.
૪) તીરિયં – પચ્ચકખાણની મર્યાદા પૂર્ણ થયાના થોડા સમય પછી પચ્ચકખાણ પાળવું.
૫) કિષ્ક્રિય :- ભોજન સમયે ફરી પચ્ચકખાણ યાદ કરવું તે કીર્તિત.
૬) આરાહિય :- ઉપરોક્ત તમામ વિધિનું પાલન કરવું તે...આ ઉપરાંત અન્ય રીતે પણ ૬ શુદ્ધિ બતાવી છે.
૧) શ્રદ્ધાશુદ્ધિ - શાસ્ત્રમાં જે પચ્ચકખાણ જે રીતે જે અવસ્થામાં જે કાળે કરવાનું કહ્યું છે તેવી જ રીતે કરવું યોગ્ય છે. એવી સચોટ શ્રદ્ધાવાળા બનવું તે.
૨) જ્ઞાનશુદ્ધિ :ક્યું પચ્ચકખાણ, કઇ અવસ્થામાં, ક્યા કાળે, કઈ