________________
કોઇ પણ વ્યક્તિને જમવા માટે દિવસમાં ૨ કલાકથી વધારે નહીં જતા હોય, નવકારશી ૨૫ મીનીટ, બપોરનું તથા સાંજનુ (રાતનું) જમવાનું ૧/૨ કલાક, તોય ૨ કલાક પૂરા ન થાય, છતાંય ૨ કલાક ખાવા-પીવામાં જાય તેમ માની લઇએ તો પણ ૨૨ કલાક ભુખ્યા રહેવામાં જાય છે. છતાં પણ જીવને વિષયોનો ભોગવટો નહીં કરવો તેવી વિરતિ ન હોવાથી “આ ભોગવી લઉં – આ ખાઇ લઉ” વગેરે વૃત્તિઓ સતત ઉછાળા મારે છે અને ૨ કલાક જ ભોજન લેતો જીવ સતત ૨૪ કલાક ભોગવટાના સંસ્કારને પુષ્ટ કરી બેસે છે. જ્યારે આ સંકેત પચ્ચકખાણ કરવાથી ૨૨ કલાક માટે ઇન્દ્રિયો પર કાબુ આવે છે,
જ્યાં-ત્યાં, જે-તે, જ્યારે-ત્યારે ખાવાની વૃત્તિ પર control આવે છે, દિવસમાં ૧૦ વખત ખાવા છતાં પણ નિઃશંક બની કરાતા પુદ્ગલના ભોગવટા પર કાબુ ખાવે છે. પરિણામે રોજના ૨૨ કલાક વિરતિમાં પસાર થતા મહિનામાં ૨૭ ૧/૨ થી ૨૮ ઉપવાસનો લાભ જીવને મળે છે... તે સંકેત પચ્ચકખાણ નીચે મુજબ છે.
સંકેત-કેત = અંગુષ્ઠ વગેરે ચિહ્ન. તેના સહિતનું પચ્ચક્ખાણ તે સંકેત પચ્ચકખાણ. તે આઠ પ્રકારે છે.
૧) અંગુષ્ઠસહિત – મુઠ્ઠીમાં અંગુઠો વાળી છૂટો ન કરે ત્યાં સુધીનું અથવા એ રીતે કરી પચ્ચખાણ પારે નહીં, ત્યાં સુધી પચ્ચકખાણ.
૨) મુઠિસહિત – મુઠ્ઠી વાળી છૂટી ન કરે ત્યાં સુધીનું પચ્ચકખાણ.
૩) ગ્રંથિસહિત - કપડાની કે દોરાની ગાંઠ વાળી છૂટી ન કરે, ત્યાં સુધીનું પચ્ચકખાણ.
૪) ઘરસહિત - ઘરમાં પ્રવેશ ન કરે ત્યાં સુધીનું પચ્ચખાણ. * ૫) વેદસહિત - પરસેવાના બિંદુ સુકાય નહીં ત્યાં સુધીનું પચ્ચકખાણ.
૬) ઉચ્છવાસસહિત - અમુક શ્વાસોચ્છવાસ ન થાય ત્યાં સુધીનું પચ્ચખાણ.
૭) સ્ટિબુકસહિત - છીબું (ઢાંકણ) વગેરે વાસણ પર લાગેલા પાણીના બિંદુ સુકાય નહિ ત્યાં સુધીનું પચ્ચકખાણ.
૮) દીપકસહિત - દીપક ન ઓલવાય ત્યાં સુધીનું પચ્ચકખાણ. આ રીતે ઇત્વરકાલિક અણસણ તપના ઘણા બધા ભેદ થાય છે, આહારસંજ્ઞાને તોડવા માટેનો સૌથી પાયાનો અને મહત્ત્વનો તપ આ જ છે, માટે જ