________________
પચ્ચક્ખાણનો ભંગ ન થાય. તે પાણી ભાજનને ચીકણું નથી કરતું, માટે અલેપકૃત પાણી કહેવાય. ૧૯) અચ્છેણ વા
ત્રણ ઉકાળાવાળુ નિર્મળ જળ, ફળાદિના ધોવણ, ફળાદિના નિર્મળ અચિત્ત જળ વાપરવાથી તિવિહાર ઉપવાસાદિના પચ્ચક્ખાણનો ભંગ ન થાય. તિવિહાર ઉપવાસાદિમાં મુખ્યતયા (આજના કાળે) ત્રણ ઉકાળાવાળું નિર્મળ પાણી જ વપરાય છે.
૨૦) બહુલેવેણ વા – બહુલજળ એટલે તલનું ધોવલ, તંદુલનું ધોવણ વગેરે. તેવું બહુલજળ વા૫૨વાથી તિવિહાર ઉપવાસાદિના પચ્ચક્ખાણનો ભંગ
ન થાય.
–
=
૨૧) સસિત્થેણ વા સિન્થ = દાણો. તે સહિત જળ તે સસિત્ય જળ. રંધાયેલો દાણો રહી ગયો હોય તેવું ઓસામણ વગેરે પાણી, તલનું ધોવણ, ચોખાનું ધોવણ, મદિરાદિ બનાવવા માટે પલાળેલા લોટનું કોહ્યા પહેલાનું પાણી, લોટથી ખરડાયેલા હાથથી ધોયેલા ભાજન વગેરેનું પાણી વગેરે વાપરે તો પણ તિવિહાર ઉપવાસાદિના પચ્ચક્ખાણનો ભંગ ન થાય.
૨૨) અસિત્થેણ વા - ઉપર મુજબનું પાણી જો વસ્ત્રાદિથી ગાળેલુ હોય તો તે વાપરતા પણ તિવિહાર ઉપવાસાદિના પચ્ચક્ખાણનો ભંગ ન થાય. આ મુજબ ૨૨ આગારો હોય છે.
-
૮) નિરવશેષ તપ – ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો તે... મોટે ભાગે સંલેખના સમયે જ આ પચ્ચક્ખાણ થાય છે.
૯) પરિમાણકૃત – ઘરોનું, ભિક્ષાનું, કોળિયાનું, દત્તિનું પ્રમાણ કરી બાકીનાનો ત્યાગ કરવો આ તપ વૃત્તિસંક્ષેપમાં પણ સમાઇ જાય છે.
-
૧૦) સંકેત પચ્ચક્ખાણ – કેત શબ્દ ચિહ્ન સૂચવે છે. ચિહ્ન સહિતનું એટલે કે સંકેત... ઉપરના અદ્ધા પચ્ચક્ખાણમાં પ્રતિજ્ઞા દરમ્યાન જ કાળ Fix થઇ જતો, મોટેભાગે સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધીનું જ પચ્ચક્ખાણ હોય છે. પણ જ્યારે કાળ નિશ્ચિત કરાઇ શકે તેવા સંયોગો નથી અથવા તો શારીરિક પ્રતિકૂળતાને લીધે નવકારશી-ચોવિહાર આદિ પાયાની ભૂમિકા જ થઇ શકે છે, તો તેવા જીવોને પોતાની આસક્તિને controlમાં રાખવા માટે પરમાત્માએ સર્વજ્ઞતા-પ્રકાશના બળે ૮ મહત્ત્વના પચ્ચક્ખાણ બતાવ્યા, દેખીતા તે અત્યંત સરળ છે, પણ આસક્તિને તોડવા માટે અત્યંત ઉપયોગી બને તેવા છે.
૫૬
2.