________________
૨૦) ખીરાશ્રી લબ્ધિ - ખીર જેવી મીઠી વાણી પ્રાપ્ત થાય.
૨૧) સર્પિરાવી - (ઇશું વાપરતી ગાયના ઘીને મંદાગ્નિથી પકાવતા જેવું કુણું અને મીઠું બને છે તેવી) કોમળવાણી પ્રાપ્ત થાય.
૨૨) મધ્વાશ્રવી – મધ જેવી મીઠી વાણી પ્રાપ્ત થાય. ૨૩) અમૃતાઢવી - અમૃત જેવી મીઠી વાણી પ્રાપ્ત થાય.
૨૪) અક્ષણમહાનસ લબ્ધિ – પોતાની પાસે રહેલા અલ્પ આહાર વડે ઘણા બધાને જમાડી શકે.
૨૫) પુલાક લબ્ધિ - કોઇ વિશિષ્ટ સંયોગમાં ચક્રવર્તીના સૈન્યનો નાશ કરવાની શક્તિ.
આવી સેંકડો-હજારો લબ્ધિઓ હોય છે, જેને તપસ્વી કર્મનિર્જરાના બળે આત્મસાત્ કરે છે. આવા અનંતબળસંપન્ન તપધર્મને ક્રોડો વંદન...
તપના પ્રભાવથી પ્રગટ થતા નવનિધાન उद्दिश्य च निधीन् पृथ्वीपतिश्चक्रेऽष्टमं तपः । प्राक्तपोऽर्जितलब्धीनाम् आगमे मार्गदर्शकम् ।।
ત્રિષષ્ઠિશલાકા પુરૂષ ચરિત્ર [પ્રથમ પર્વ ૪થો સર્ગ શ્લોક ૫૬૮]
(પૂર્વના ભવોમાં આચરેલા તપના પ્રભાવથી ભાગ્યનાં કિનારે આવીને રહેલી લબ્ધિઓને ખેંચી લાવનારો અમનો તપ નવનિધિને ઉદ્દેશીને ચક્રવર્તી કરે છે.)
જ્યારે ચક્રવર્તી ગંગાના કિનારે નવ નિધિને ઉદ્દેશી અઠ્ઠમનો તપ કરે, ત્યારે અક્રમના અંતે સામે ચાલીને આ નિધિઓ પ્રગટ થાય છે, આ નવનિધિઓ એટલે અક્ષયભંડાર. નીચે દર્શાવેલી વસ્તુઓ તેમાંથી ગમે તેટલી કાઢો તો પણ ખૂટે જ નહીં, તેનું નામ નિધિ.. શાસ્ત્રમાં નવનિધિની પેટીઓનું માપ ૧૨ યોજના (૧૫૬ K.M.) લાંબી, ૯ યોજના (૧૧૭ K.M.) પહોળી, ૮ યોજના (૧૦૪ K.M.) ઊંચી બતાવ્યું છે. આવી વિશાળ, સોના-ચાંદી-હીરામાણેકથી નિર્મિત થયેલી અને વૈર્યમણિમાંથી બનેલા દરવાજાવાળી આ નિધિઓ હોય છે, દરેક નિધિના પોત-પોતાના નામને તુલ્ય નાગકુમાર નિકાયનાઅધિષ્ઠાયક દેવ હોય છે. જે દેવ અન્ય ૧૦૦૦ દેવો સહિત આ નિધિઓનું સાંનિધ્ય કરે છે. સામાન્ય પણ માણસ, જેને આ નિધિની પ્રાપ્તિ થાય તે સામાજિક, આર્થિક, રાજકીયાદિ તમામ ક્ષેત્રની વ્યવસ્થાનો જાણકાર અને વિશિષ્ટ સમૃદ્ધિવાળો બની શકે છે. વળી તે નિધાનો તે-તે અધિષ્ઠાયકના આવાસો જ છે તેમ શાસ્ત્રમાં બતાવ્યું છે.