SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ * ૬) સંભિન્નશ્રોતો લબ્ધિ - એકજ ઇન્દ્રિયથી બાકીની બધી ઇન્દ્રિયોનું કાર્ય થાય, મતલબ એકજ ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયોના વિષયો અનુભવી શકાય... ૭) ચારણ લબ્ધિ - આકાશમાં ગમન કરવાની (ઉડવાની) શક્તિ. ૮) આશીવિષ લબ્ધિ - અનુગ્રહ-શ્રાપ આપી બીજાના સુખ-દુઃખની ઉદીરણા કે ઉદય કરવાની શક્તિ. ૯) દ્રષ્ટિવિષ લબ્ધિ - ચંડકૌશિકની જેમ આંખથી ઝેર-આગ વરસાવવાની શક્તિ. ૧૦) તેજલેશ્યા લબ્ધિ - સામા તત્ત્વને બાળવાની તાકાત. ૧૧) શીતલેશ્યા લબ્ધિ - સામા તત્ત્વને ઠારવાની | શીતલ બનાવવાની તાકાત. ૧૨) વૈક્રિય લબ્ધિ - નાના મોટા એકી સાથે અલગ અલગ રૂપબનાવવાની તાકાત તથા પોતાના ભિન્ન-ભિન્ન રૂપોથી લોકને પણ પૂરી શકવાની તાકાત. ૧૩) આહારક લબ્ધિ - પોતાની શંકાનું નિરાકરણ કરવા વિહરમાન તીર્થંકર પાસે વિશિષ્ટ શરીર બનાવી જવાની તાકાત. ૧૪) કોષ્ઠ બુદ્ધિ - જેવી રીતે કોઠારમાં રહેલું ધાન્ય વર્ષો પછી એવું ને એવું પરત મળે છે, તેમ આ લબ્ધિના સ્વામીને પરાવર્તન વગર પણ એક વખત ભણેલું જ્ઞાન સતત ઉપસ્થિત રહે છે. ૧૫) બીજબુદ્ધિ – એક બીજ અન્ય સેંકડો દાણાને ઉત્પન્ન કરે, તેમ આ લબ્ધિવાળાને એક અર્થ જાણવા મળે તો તેના ઉપરથી બીજા સેંકડો અર્થો પોતે નીણિત કરી શકે. ૧૬) પદાનુસારી લબ્ધિ - ૧ પદને ભણો તો બાકીના પદો સહજ રીતે આવડી જાય. ૧૭) મનોબળી – પૂર્વમાંથી ઉદ્ધત કરેલા પૂર્વના Subchapter Parts “વસ્તુ ને માત્રને માત્ર અંતર્મુહૂર્તમાં ધારણ કરી લેવાની શક્તિ. ૧૮) વચનબળી - અંતર્મુહૂર્તમાં જ સર્વશ્રુતનું પરાવર્તન કરી શકવાની શક્તિ. ૧૯) કાર્યબળી - લાંબા સમય સુધી કાયા સ્થિર રાખી પ્રતિમા વહન કરે તો પણ શરીરને થાક-પરિશ્રમાદિ લાગતા નથી.
SR No.023305
Book TitleSetu Sansarthi Muktino
Original Sutra AuthorN/A
AuthorKrupabodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy