________________
૨) મહિમા શક્તિ – પોતાનું રૂપ મેરૂપર્વતથી પણ મોટું બનાવવાની શક્તિ. ૩) લઘિમા શક્તિ - પવનની લઘુતાને પણ વટાવી જાય તેવું સાવ હલકું શરીર બનાવવાની શક્તિ.
૪) ગરિમા શક્તિ ઇન્દ્ર વગેરે પણ સહન ન કરી શકે તેવું ભારે શ૨ી૨ ક૨વાની શક્તિ.
-
૫) પ્રાપ્તિ શક્તિ - જમીન ૫૨ રહીને આંગળીના અગ્રભાગથી મેરૂપર્વતની આજુબાજુ ફરતા સૂર્ય-ચંદ્ર-ગ્રહાદિને અડકી શકે.
૬) પ્રાકામ્ય શક્તિ - જમીન પર જેવી રીતે ચાલી શકાય તેવી જ રીતે પાણી ઉપર ચાલે અને પાણીમાં જેવી રીતે તરી શકાય તેવી જ રીતે જમીનમાં ડુબકી મારી પાછા ઉપર આવવું વગેરે કરી શકે.
૭) ઇશિત્વ શક્તિ - ઇન્દ્ર અથવા ચક્રવર્તી વગેરે જેવી પોતાની સમૃદ્ધિ વિકુર્વવાની શક્તિ.
૮) વશિત્વ શક્તિ - ક્રૂર જીવો પણ જેના દર્શનમાત્રથી શાંત થઇ જાય તેવી શક્તિ.
તપના પ્રભાવથી પ્રગટ થતી વિશિષ્ટ લબ્ધિઓ
તેવી
૧) આમર્ષોષધિ - અમૃતસ્નાનથી માણસ જેમ નીરોગી બને છે, જ રીતે આ લબ્ધિસંપન્ન વ્યક્તિના શરીરના સ્પર્શમાત્રથી રોગો નાશ પામે છે. ૨) વિપ્રૌષધિ - શરીરના મળ-મૂત્ર પણ ઔષધીનું કામ કરે.
૩) ખેલોષધિ - નાક વગેરે માંથી નીકળતા શ્લેષ્મના સ્પર્શમાત્રથી કોઢયુક્ત શ૨ી૨ સુવર્ણરૂપમાં રૂપાંતરિત બને છે.
૪) જલ્લોષધિ - શરીરમાંથી નીકળતો પરસેવો કે મેલને લઇને નીકળતા પાણીમાં સર્વરોગોને દૂર કરવાની તાકાત હોય.
૫) સર્વોષધિ - નખ-વાળ-દાંત વગેરે પણ સર્વરોગનો નાશ કરવા સમર્થ બને; આ ઉપરાંત આવી લબ્ધિવાળાનાં શ૨ી૨ને-પરસેવાને સ્પર્શ કરીને આવતો વાયુ પણ ઔષધિનું કામ કરે... આવા વ્યક્તિના મુખમાંથી નીકળતા શબ્દો પણ મંત્રાક્ષરોની જેમ સર્વવ્યાધિના વિનાશક બને છે, આ ઉપરાંત વિષયુક્ત-ભોજન આવા લબ્ધિવાળાના પાત્રામાં કે મુખમાં આવી પણ જાય તો તે અમૃતમાં રૂપાંતિરત થઇ જાય છે.
૪૧ ૩૬૩૦૨