________________
વિશલ્યાના પૂર્વના ભવના તપનો પણ કેવો ગજબનો પ્રભાવ કે જેનાથી (a) માતાનો અસાધ્ય વ્યાધિ દૂર થયો. (b) પિતા અને ભરતના રાજ્ય ૫૨ થયેલો દેવતાનો ઉપદ્રવ નાશ પામ્યો. (c) પ્રતિચંદ્ર વિદ્યાધર પરની દુષ્ટવિદ્યાની અસર નાશ પામી. (d) ધરણેન્દ્ર દ્વારા મળેલી અમોઘવિજયા નામની વિદ્યાનો પ્રભાવ નાશ પામ્યો અને લક્ષ્મણ જીવી ગયો.
આ અંગે વિશેષ ચિંતન કરતા જ આની ગંભીરતા સમજાશે કે એક વ્યક્તિનો તપ વિદ્યાઓની, દેવતાઓની, રાજાઓની તાકાતને પણ ટક્કર મારી જાય... જે કામ રામ-હનુમાન, સુગ્રીવ આદિ ન કરી શક્યા તે કામ માત્રને માત્ર એક પૂર્વભવની અપેક્ષાએ તપસ્વી સ્ત્રીના શરીરના સ્પર્શમાત્રથી સિદ્ધ થઇ ગયું
B) તો યાદ આવે નાગકેતુ... પૂર્વના ભવમાં અક્રમના ધ્યાને મરીનવા ભવમાં જન્મીને ટુંક સમયમાં અક્રમ ર્યો અને દેવતા જ્યારે નગરીનો નાશ કરવા શિલા વિકુર્વે છે, ત્યારે તપના અને શીલના પ્રભાવે માત્રને માત્ર ૧ આંગળી ઊંચકી દેવતાને હરાવી દે છે... એક અક્રમનો પ્રભાવ કેવો અદ્ભુત !! C) ચક્રવર્તીપણું મેળવવા નીકળેલા દરેક વ્યક્તિએ દેવતાને જીતવા હોય તો પહેલા પૌષધયુક્ત ચોવિહાર અક્રમ કરે અને તેના પ્રભાવથી દેવતાને પોતાને વશ કરે-પોતાની આજ્ઞામાં રાખે...
d) ચક્રવર્તીનો સેનાપતિ જ્યારે વૈતાઢ્યની ગુફા ખોલવાની હોય ત્યારે અઠ્ઠમ કરી પછી અધિષ્ઠાયકદેવનું સ્મરણ કરી ગદાથી ગુફાના દ્વારને ફટકારે અને શાશ્વતી ગુફા ખુલી જાય છે.
e) વિદ્યાધરને વિદ્યા સિદ્ધ કરવી હોય, સાધુને યોગોદ્વહન દ્વારા આગમવાંચન કરવું હોય કે શ્રાવકને ઉપધાન દ્વારા સૂત્ર બોલવાના અધિકાર પ્રાપ્ત ક૨વા હોય, દરેકમાં તપ આવશ્યક છે.
F) વિશુદ્ધ રીતે તપ કરતા વિશિષ્ટ લબ્ધિઓ-સિદ્ધિઓ પ્રગટ થાય છે, જેનું વર્ણન વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે સામાન્ય દેખાતા તપનો પ્રભાવ કેવો વિશિષ્ટ છે.
તપના પ્રભાવથી પ્રગટ થતી આઠ મહાસિદ્ધિ –
૧) અણિમા શક્તિ - સોયના છિદ્ર જેટલી જગ્યામાંથી પસાર થઇ જવાય તેવું શરીર બનાવવાની શક્તિ.
૪૦ ૬૦૨