________________
સાર્થવાહ અત્રે આવેલા. તેનો પાડો અતિનિર્બળ થઇ અહીં પડેલો અને લોકો તેના પર પગ મુકીને જતા હતા. અકામનિર્જરાના યોગથી મરી તે દેવ થયો, અને મારી નગરીના લોકોને અલગ-અલગ વ્યાધિના ભાગી બનાવ્યા, પણ મારી જ (આજ્ઞા)માં રહેલ મારા મામા દ્રોણધનના રાજ્યમાં રોગચાળો ન ફેલાયો-કારણ પુછતા ખબર પડી કે મારા મામીને અસાધ્યવ્યાધિ હતો, તે વખતે મામી ગર્ભવતી બન્યા અને ગર્ભના પ્રભાવે તેમનો રોગ નાશ પામ્યો. ત્યારબાદ તે બાળકનો જન્મ થતાં નામ પાડયું વિશલ્યા. તેનું સ્નાનજળ પૃથ્વી પર છાંટતા મામાનું રાજય પણ દેવતાના ઉપદ્રવથી મુક્ત થયું, તેથી મારા વડે પણ વિશલ્યાનું સ્નાનજળ મારી પૃથ્વી પર છંટાતા મારી પૃથ્વી પણ દેવતાના ઉપદ્રવથી મુક્ત બની, જ્ઞાની ગુરુભગવંતે જણાવ્યું કે વિશલ્યાએ પૂર્વભવમાં ઉત્કૃષ્ટ તપ કર્યો છે. તેના પૂર્વભવના તપના પ્રભાવથી તેનો અથવા તેના સ્નાનના જળનો સ્પર્શ પણ જેને થશે, તે રોગમુક્ત બનશે. મંત્ર-તંત્ર-વિદ્યાના પ્રયોગો તેનો વાળ પણ વાંકો નહીં કરી શકે. અને ભવિષ્યમાં લક્ષ્મણ તેનો પતિ બનવાનો છે. આ રીતની આખી વાત કહી પ્રતિચંદ્ર કહયું કે તાત્કાલિક ભરતની સહાયથી વિશલ્યાને અહીં લવાય, તો લક્ષ્મણ જીવી જાય. ત્યારબાદ તરત જ રામની આજ્ઞાથી હનુમાન-ભામંડલાદિ ભારત પાસે જઈ રાજા દ્રોણધનની રજા મેળવી વિશલ્યાને ૧૦૦૦ સ્ત્રીઓ સાથે લંકામાં લાવે છે, વિશલ્યાના હાથના સ્પર્શમાત્રથી લક્ષ્મણના શરીરમાંથી અમોઘવિજયા વિદ્યા નીકળી જાય છે, નીકળેલી તે વિદ્યાને હનુમાન પકડે છે, ત્યારે તે વિદ્યા કહે છે.
साऽप्यूचे देवतारूपा न मे दोषोऽस्ति कश्चन । પ્રતા ઘરોના નૈ પ્રતિમાની હદમ્ II ૨૯૪ II विशल्याप्राग्भवतपस्तेजः सोद्मनीश्वरी । ઉષા યાચાર માં મુઝ જૈષ્ણમાવાનામ્ II૯૫ll ત્રિષલિ શલાકાપુરૂષ ચરિત્ર (૭મું પર્વ ૭ મો સર્ગ)
“મારો કાંઇ દોષ નથી, ધરણેન્દ્ર પ્રજ્ઞપ્તિવિદ્યાની બહેન એવી મને આ રાવણને પ્રસન્ન થઇને આપી છે. તેના આદેશથી લક્ષ્મણના પ્રાણ હરવા આવેલી. પરંતુ વિશલ્યાના તપના તેજને સહન કરવામાં અસમર્થ હું જાઉં છું. હું તો આદેશને અનુસરનારી ચાકર છું, તેથી મારો કોઇ વાંક ન હોવાથી મને છોડી દે.”