SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ पलिओवमट्टिइया निहिसरिनामा य तत्थ खलु देवा । जेसिं ते आवासा अक्केज्जा आहिवच्चाय || તે-તે નિધિના અધિષ્ઠાયકો-સેવકતુલ્ય બની ચક્રવર્તીનું સાનિધ્ય કરે છે અને ચક્રવર્તીના આદેશ મુજબ પોત-પોતાના નિધાનમાંથી જરૂરી સામગ્રી ચક્રવર્તીને મેળવી આપે છે. ૧) નૈસર્ષિક નિધિ - ગામ-નગર-દેશ વગેરેનુ બંધારણ-રચના વગેરે કેવી રીતે કરવી તેની માહિતી મળે, અને સૂચિત કરાયેલા અધિષ્ઠાયક દેવો તમામ કાર્ય કરી પણ આપે. ૨) પાંડુક નિધિ – નાણા-મેય દ્રવ્યાદિ, ગણિતનું જ્ઞાન તથા વ્યવહાર અને અલગ-અલગ ધાન્યની પ્રાપ્તિ આમાંથી થાય. ૩) પિંગલનિધિ - પુરુષ-સ્ત્રી, હાથી-ઘોડા વગેરેના દાગીના જેમાંથી મળે તે. ૪) સર્વરત્નનિધિ - ચક્રવર્તીના ૧૪ રત્નો, અન્ય પણ ઉત્તમરત્નો અંગેની માહિતિ, તેનો સમાગમ વગેરે નિધિના (તેના અધિષ્ઠાયકોના) માધ્યમે થાય તે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે ચક્રવર્તીના ૧૪ રત્નોના ૧૪૦૦૦ અધિષ્ઠાયક દેવો હોય છે. મતલબ ૧ રત્નના ૧૦૦૦ અધિષ્ઠાયક દેવો. આવા દેવાધિષ્ઠિત રત્નો પણ આ નિધિમાંથી | નિધિના પ્રભાવે મળી શકે છે. ૫) મહાપર્વ નિધિ- શ્વેત તથા રંગીન તમામ પ્રકારના વસ્ત્રો જેમાંથી મળે છે. ૬) કાલ નિધિ – વર્તમાન-ભૂતકાળ-ભવિષ્યકાળનું જ્ઞાન મળે અને અન્ય કૃષિ આદિ કળાઓની જાણકારી-વિધિ મળે. ૭) મહાકાલ નિધિ - લોખંડ-સીસુ આદિ ધાતુઓ તથા સ્ફટિક મણિ વગેરેની પ્રાપ્તિ આમાંથી થાય. ૮) માણવક નિધિ - યોદ્ધાઓ માટે યુદ્ધકળા, શસ્ત્રો, દંડાદિ નીતિઓની જાણકારી મળે, અને તે-તે સામગ્રી આ નિધિમાંથી મળે. ૯) શંખ નિધિ - સંગીત, નૃત્ય, વાજિંત્ર, કાવ્ય આદિની જાણકારી તથા તે-તે સાધનો પણ આમાંથી મળે. G) યાદ આવે ચમરેજ, પૂર્વના ભવમાં પૂરણ શ્રેષ્ઠી તરીકે જન્મી તાપસ દીક્ષા ગ્રહણ કરી, ૪ ખાનાવાળા પાત્રમાં ભિક્ષા લાવી સ્થળચર-ખેચર
SR No.023305
Book TitleSetu Sansarthi Muktino
Original Sutra AuthorN/A
AuthorKrupabodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy