________________
જેનાથી પોતાના વૈભવને પ્રકટ કરતી લબ્ધિઓ અને સિદ્ધિઓ પ્રકટ થાય છે. (પ્રાપ્ત થાય છે) તથા સ્વર્ગ અને મોક્ષને પ્રાપ્ત કરાવવામાં પણ સમર્થ વિશ્વવંદ્ય તપને સતત વંદન કરું છું.
આમ, તપનો પ્રભાવ કે મહિમા બે ભિન્ન-ભિન્ન ભૂમિકાના છે. ૧) ગુણોના પ્રકટીકરણ અને તેનાથી વધતી શુદ્ધિ, તથા ૨) પુણ્યનું પ્રકટીકરણ અને તેનાથી મળતી સાનુકૂળતા. બન્નેના મૂળમાં તપધર્મ રહેલો છે, પ્રશ્ન - પુણ્યના ઉદયમાં સુખ છે તે તો બરાબર, પણ એકલા ગુણોની હાજરીમાં સુખ શેં રીતે અનુભવાય ?
ઉત્તર - જીવને પાપના ઉદયે દુઃખ ભોગવવું પડે છે, પણ તે પાપ દોષોને લીધે આવે છે. અને ગુણો આત્માના દોષોને જડમૂળથી દૂર કરે છે. માટે ગુણોથી ઉત્પન્ન થતું સુખ શાશ્વત-શુદ્ધ હોય છે અને વળી શાસ્ત્રમાં સંપૂર્ણ ગુણો જેના પ્રગટ થાય છે, તેના સુખની માત્રા અલગ-અલગ ઉદાહરણથી બતાવી છે.
૧) જઘન્યથી કરોડ દેવતા જેની સેવામાં છે, બાર પર્ષદા જેના ગુણગાન અવિરત કરે રાખે છે, ચાલે ત્યારે સુવર્ણકમળ હાજર, બેસવું હોય ત્યારે સિંહાસન હાજર, દેશના આપવી હોય ત્યારે જેના માટે સમવસરણ તૈયા૨ થતું હોય તેવા અરિહંતો પણ સિદ્ધના સુખને જાણી શકે, પણ જણાવી ન શકે, મતલબ અરિહંતોને ગુણ અને પુણ્યના ઉભયઉદયથી જન્ય જે સુખ હોય છે, તેના કરતા સિદ્ધના જીવનું માત્ર ને માત્ર ગુણજન્ય સુખ અનંતગણુ વધી જાય
છે.
૨) તમામ જીવોનું ત્રણે કાળનું ભૌતિક સુખ એક બાજુ અને એક બાજુ માત્ર સિદ્ધના એક જીવના એક આત્મપ્રદેશનું સુખ હોય તો તે ચડિયાતું થાય છે, તેટલું જ નહીં, પણ તમામ જીવોના ભૌતિક સુખના વર્ગના વર્ગના વર્ગના વર્ગના વર્ગ... આવું અનંતવાર પણ કરો તો પણ સિદ્ધના જીવના એક-એક પ્રદેશના સુખને તુલ્ય તે બનતું નથી, કારણ કે ગમે તેટલા શૂન્ય ભેગા થઇ એકડો બનાવી શકાતો નથી.
૩) સિદ્ધના એક જીવના એક પ્રદેશમાં રહેલા સુખના Parts કરી ૧ આકાશપ્રદેશ પર ગોઠવીએ તો સમગ્ર આકાશ પૂર્ણ થાય પણ સિદ્ધનું સુખ
૩૭