________________
પૂર્ણ ન થાય... આમ, પુણ્યના ઉદયે થતું સુખ ટેમ્પરરી છે, ગુણના ઉદયે થતું સુખ પરમેનન્ટ છે, વળી પુણ્યના ઉદયથી મળતા સુખ કરતા ગુણના ઉદયમાં મળતું સુખ વધુ શુદ્ધ છે.
આમ, સર્વોત્કૃષ્ટ આત્મિક સુખ સુધી પહોંચાડવાની તાકાત પણ તપમાં રહેલી છે, તેવી જ રીતે આ લોકમાં, આ ભવમાં આપણને જે પુણ્યશાળીને પુણ્યનો વિસ્ફોટ જણાય છે, તેના મૂળમાં પણ ક્યાંક ને ક્યાંક તપ ધર્મ રહેલો
(A) જૈન રામાયણમાં આવતી સત્યઘટના, સીતાના અપહરણ બાદ રામ-રાવણનું ભયાનક યુદ્ધ થયું. બન્ને પક્ષ અત્યંત બળવાન હોવા છતાં પણ પાપકર્મના ઉદયે રાવણના કુળનો ક્ષય ધીમે-ધીમે થવા માંડ્યો. ત્યારે આવેશમાં આવીને રાવણે ધરણેન્દ્ર પ્રસન્ન થઇને આપેલી અમોઘવિજયા નામની વિદ્યા લક્ષ્મણ પર છોડી. તેના લીધે સૌમિત્રિ (સુમિત્રાનો પુત્ર લક્ષ્મણ) બેભાન થઇને પડી ગયો. જાણકારો પાસેથી ખબર પડી કે રાતની અંદર જો યોગ્ય ઉપચાર ન થયો તો સૂર્યોદય થતાં જ લક્ષ્મણ પૃથ્વીતલ પરથી વિદાય થઇ જશે... માટે લક્ષ્મણ પર ફરી કોઇ વિદ્યાનો પ્રયોગ ન કરે માટે વિદ્યાથી સાત કિલ્લા-દરેકને ૪ દ્વાર બનાવી ભામંડલ, વિભિષણ, હનુમાન, અંગદ વગેરે ૨૮ મહારથીઓ ૨૮ spot પર ચોકીપહેરો કરી રહયા હતા. (અને સુગ્રીવરામ આદિ અંદર બેસી લક્ષ્મણને સાજો કરવાના ઉપાયો કરી રહ્યા હતા), તે વખતે પ્રતિચન્દ્ર નામનો કોઇ વિદ્યાધર ભામંડલ પાસે આવી કહે છે, મને રામ પાસે લઈ જાવ, તો હું લક્ષ્મણને જીવાડવાનો રસ્તો બતાવીશ-તરતજ રામ પાસે પ્રતિચંદ્રને લઇ જવાયો અને તેણે પોતાની કથા કહી, ઘણા સમય પૂર્વે હું મારી પત્ની સાથે ક્રીડા માટે નીકળેલો સહસ્ત્રવિજય નામના દુશ્મન-વિદ્યાધર વડે ઘેરાયો. ભીષણ યુદ્ધમાં તે મને જીતી ન શક્યો, ત્યારે ચંડરવા નામની શક્તિ (વિદ્યારે તેણે છોડી અને હું તે વિદ્યાના પ્રભાવે મૃતપ્રાયઃ થઇ નીચે ઉદ્યાનમાં પડ્યો, જ્યાં તમારા ભાઇ ભરતે મને જોયો અને તરતજ સુગંધી પાણી વડે સીંચતા જાણે દિવ્યજળ ન હોય તેમ તે પાણીના સ્પર્શમાત્રથી હું સાજો થઇ ગયો-ચંડરવા વિદ્યા ડરીને મને છોડીને ચાલી ગઇ, જ્યારે પગમાં પડી પાણીનો પ્રભાવ મેં પૂછ્યો ત્યારે રાજા ભરત બોલ્યા કે વર્ષો પૂર્વે એક