________________
છે તપનો પ્રભાવ-મહિમા છે પંચસૂત્રમાં સંસારને રુવે--હુવાકુવંધે દુઃખ સ્વરૂપીદુઃખ જેનું ફળ છે તેવો અને દુઃખની પરંપરા ચલાવનારો છે તેમ કહ્યું છે મતલબ ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં દુઃખ સિવાય, અજંપો-અશાંતિ સિવાયસંસારમાં બીજું કાંઇ ન મળે. આવા સંસારમાં સબડતા જીવોને સુખ જોઇતું હોય તો બે જ વિકલ્પો છે.
૧) સંપૂર્ણ કર્મ ખપાવી અખૂટ અને અનુપમ આત્મિક સુખ મેળવવું.
૨) દુઃખના ઉદયને કામચલાઉ રોકી / દૂર કરી ભેળસેળીયું-ભૌતિક સુખ મેળવવું.
તે ભૌતિક સુખના પાછા ૨ વિકલ્પો છે,
(a) પુણ્યાનુબંધી પુણ્ય - ભૌતિક સુખના ફળમાં આત્મિકસુખ મળવાનું હોય છે, એટલે કે પુણ્યનો ઉદય આત્મિક સુખ માટે જરૂરી સાધના તરફ દોરી જનારો બને.
(b) પાપાનુબંધી પુણ્ય - ભૌતિક સુખના ફળમાં દુઃખસ્વરૂપી સંસાર જ પાછો લમણે ઝીંકાય. (એટલે કે પુણ્યનો ઉદય સંસારના દુઃખમાં રખડાવનાર સાધનો અને વિચારધારા તરફ જ તમને ખેંચી જાય..)
મૂળ વાત એટલી જ છે કે ચાહે શુદ્ધ આત્મિક સુખ હોય, વિકાસોન્મુખ પુણ્યાનુબંધી પુણ્યજન્ય પ્રશસ્ત સુખ હોય કે અધોમુખી ગતિ કરાવનારુંપાપાનુબંધી પુષ્યજન્ય અપ્રશસ્ત સુખ હોય, બધાનું કારણ તપ બને છે, નિરાશસભાવે કરેલો તપ મોક્ષસુખનું કારણ બને છે. પ્રશસ્ત આશંસાપૂર્વક કરેલો તપ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ અને અપ્રશસ્ત આશંસાપૂર્વક કરેલો તપ પાપાનુબંધી પુણ્યનું કારણ બને છે. આના પરથી ફલિત એટલું જ થાય છે કે સંસારમાં રખડતા-રખડતા ભવ્ય કે અભવ્ય જીવોને સુખના લેશનો પણ જે અનુભવ થાય છે, તેનું મુખ્ય કારણ માત્રને માત્ર તપ ધર્મ છે, માટે જ શાંતસુધારસમાં જણાવ્યું છે કે,
यस्मात् प्रादुर्भवेयुः प्रकटितविभवाः लब्धयः सिद्धयश्च । वन्दे स्वर्गापवर्गार्पणपटु सततं तत्तपो विश्ववंद्यम् ||