________________
નામના બે મરણ અત્યંત આત્મપીડાકારી હોવા છતાં પણ શાસનઅપભ્રાજનાનું નિવારણ વગેરે જેવા પ્રશસ્ત કારણે ઉદાયિરાજાની પાછળ મૃત્યુ પામેલા ગીતાર્થ આચાર્યની જેમ અનુજ્ઞા અપાયેલી છે.
શાસ્ત્રમાં ઉત્સર્ગ-અપવાદનું જે સંમીલન બતાવ્યું છે, તે પણ ૨ નંબ૨ના જીવોને આશ્રયીને, કારણ ૧ નંબ૨ના જીવો માટે ઉત્સર્ગ-અપવાદ ઉત્થાનનું કારણ બનશે નહીં. ૩ નંબરના જીવ ઉત્સર્ગમાર્ગને વફાદાર રહી શકે છે જ્યારે ૨ નંબ૨ના જીવોને ક્યારેક ઉત્સર્ગમાર્ગ તો ક્યારેક અપવાદમાર્ગની જરૂર આત્મકલ્યાણ માટે પડે છે.
તેથીજ શાસ્ત્રમાં બતાવ્યું કે
૧) સ્થાન-મૌન-ધ્યાનથી દેહને વોસિરાવ્યા પછી પણ આગંતુક ૪ આગારને લીધે ચાલુ કાઉસગ્ગમાં સ્થાન ફેરવે તો પણ પ્રતિજ્ઞા ભાંગતી નથી... ૨) અત્યંત વિશેષ કાર્ય અથવા સમાધિનો મોટો પ્રશ્ન થાય તો લીધેલું એકાસણ આદિ પચ્ચક્ખાણ બદલે તો પણ મહત્તરાગારેણં-સવ્વસમાહિવત્તિયાગારેણં દ્વારા તેનું પચ્ચક્ખાણ ભાંગતું નથી.
૩) આગળ વધીને અણસણ સ્વીકા૨વાની process માં તો ક્રમશઃ શરીરને કષ્ટ આપી કહ્યાગરું બનાવવાની વિધિ બતાવી છે અને મરણ સમયે મોં સુકાઇને બંધ થાય, તો નવકારાદિનું ઉચ્ચારણ અટકી જાય... આવું ન બને માટે આયંબિલના પચ્ચક્ખાણમાં મોંમાં તેલનો ઘુંટડો ભરી મોંને ઓઇલી બનાવવાની પ્રોસેસ કહી છે... જેની વિશેષ ચર્ચા તપના ભેદમાં છે.
આમ (a) મોહના મારણપૂર્વક અશાતાનો ઉદય ભોગવતા આવડે ત્યારે જ શક્તિની ઉપરવટ જઇને બાહ્યતપ કરવાની અનુજ્ઞા છે, એટલેકે અણસણાદિ તપ દ્વારા શરીરનો ત્યાગ કરવાની અનુજ્ઞા આપી છે. (b) અથવા તો ઉંમ૨ને લીધે ઇન્દ્રિયો-શરીર શિથિલ બની ગયું છે, તો જ અણસણાદિ તપ દ્વારા શરીરનો ત્યાગ કરવો ઉચિત છે.
કુરગડુની જેમ તીવ્ર અંતરાયને (નબળા શરીરને) લીધે બાહ્યતપ શક્ય ન હોય અને મનની અસહિષ્ણુતાને લીધે શરીરને સીધું કષ્ટ આપવું શક્ય ન પણ હોય, તો પણ ઉણોદરી-૨સત્યાગ વગેરે તપ દ્વારા શરીર-મનને ઘડવાનુંશાસ્ત્રમાં બતાવ્યું છે, આમ ફલિત એમ જ થાય છે કે, શરીરની આસક્તિની
૩૪ 2