________________
નંબર ૧) ના જીવો માયકાંગલા છે. ૨ નંબરના જીવો માંદા છે અને ૩ નંબરના જીવો સ્વતઃ સત્ત્વશીલ છે. પ્રસ્તુતમાં ૧ અને ૩ નંબરના જીવોની વાત નથી, ૨ નંબરના જીવોની વાત છે. યાદ આવે મરૂભૂતિ - પાર્શ્વનાથ ભગવાનનો પ્રથમભવ-પોતાના દુરાચારી ભાઇ કમઠને રાજાએ સજા કરી છે, ત્યારે મારા નિમિત્તે ભાઇને દુઃખ થયું. લાવ તેને મિચ્છામિ દુક્કડમ્ આપી દઉં, આવા શુભભાવોથી મરૂભૂતિ કમઠ પાસે જાય છે અને આવેશયુક્ત કમઠ સામે પથ્થર મારે છે, ખેલ ખતમ થઇ ગયો... “હું માફી માંગવા આવ્યો અને છતાં મારો તિરસ્કાર અને સમકિત વમી મરૂભૂતિ હાથીના ભાવમાં ફેંકાઇ ગયો... તો શું કમઠની માફી માંગવા સ્વરૂપી પ્રાયશ્ચિત્ત નામના તપને લીધે મરૂભૂતિ હાથી બન્યા એવું કહેવું ઉચિત ગણાશે ? ના... સામેવાળાની ઉપેક્ષા હોય કે સામેવાળા દ્વારા તમે તિરસ્કૃત થાવ છતાં ક્ષમાનો ભાવ ઊભો રહે તે સાચો પ્રાયશ્ચિત્ત નામનો તપ હતો... પત્ની અને ભાઇના દુરાચારને સહન કરી શકનારા મરૂભૂતિ શરીરના સ્તરના તિરસ્કારને સહન ન કરી શક્યા.. અને સારુ પગલું પણ દુર્ગતિનું કારણ બની ગયુ...
નબળી હોજરીવાળાને અથવા માંદગીમાંથી ઊભા થનારને કેસરબદામથી યુક્ત દૂધ પણ ડાયરીયાનું કારણ બને છે, પણ પહેલા ફૂટજ્યુસ પછી દાળ-ભાત પછી રોટલી-શાક અને પછી અપાતો દૂધપાક તે પુષ્ટિનું કારણ બને છે. બસ તે જ રીતે ૨ નંબરના જીવો માટે સાધનાનું direct top step પતનનું કારણ બને છે, પણ ક્રમશઃ અપાતા step વિકાસનું કારણ બને છે. જો આવી પડતી પ્રતિકૂળતા-વેદના તમારી આસક્તિને-મિથ્યાત્વને વધારતી હોય તો તમે માંદા જીવો છો અને આવી પડતી પ્રતિકૂળતા આસક્તિને તોડતી હોય, તો તમે સત્ત્વશીલ જીવ છો.
કોઈ પણ સંયોગોમાં સમાધિ-પ્રસન્નતા હાથવગી બને પછી જ મારણાંતિક બાહ્યતા પણ સ્વીકરણીય બને છે. માટે જ તેવા જીવોને આશ્રયીને શાસ્ત્રમાં ગૃધ્રપૃષ્ઠ મરણ અને હાયસમરણ ની અનુજ્ઞા અપાયેલી છે, તે गृधपृष्ठवैहायसाख्ये मरणे अत्यन्तमात्मपीडाकारिणी इति तथाऽपि दर्शनमालिन्यपरिहारादिके कारणप्रकारे सति उदायिनृपानुमृतતથા વિદ્યાર્થી- વાર્યવવારે રૂત્યોગ: | આ ગૃધ્રપૃષ્ઠ અને વૈહાયસ