________________
નાશક છે, તો એક ગુણપોષક છે. એક નીરોગી બનાવે છે, તો એક Resistance Power આપનાર છે, માટે જ જિનશાસનમાં ઉભયતપનું પ્રાધાન્ય બતાવાયું છે, અને આથી જ લોકોમાં બાહ્યતપની પણ મહત્તા જળવાય તે માટે દીક્ષા બાદ ખુદ તીર્થંકરો છટ્ઠ-અઠ્ઠમ-૧૫-૩૦-૪૫ ઉ૫.-૬ મહિના, ૧૩ મહિનાના ઉપવાસ વગેરે બાહ્યતપ પોતાના જીવનમાં આચરે છે. આમ જન્મથી અવધિજ્ઞાન-દીક્ષા લેતા મનઃપર્યવજ્ઞાન જેમને મળ્યું છે, તેવા તમામ તીર્થંકરો દીક્ષા બાદ વિશિષ્ટ-વૈરાગ્યવાન, વિશિષ્ટ શુદ્ધિવાન અને નિશ્ચિત મુક્તિએ જનારા હોવા છતાં પણ ૬ એ પ્રકારના બાહ્યતપને આચરે છે. ધ્યાન-કાઉસગ્ગ વગેરે અત્યંતરતપની ટોચ પોતાની પાસે હોવા છતાં તેઓના જીવનમાં દેખાતું બાહ્યતપનું આચરણ બાહ્યતપમાં મુક્તિગમનના પ્રધાન સાધન તરીકેની મહોરછાપ લગાવે છે. ૧) અનશનઃ- ઉપવાસ-છટ્ઠ-અક્રમાદિ અનશનના તપો તો તીર્થંકરના જીવનમાં છે, પણ બાકીનો પણ બાહ્યતપ વૈભવ તે પૂજ્યોના જીવનમાં વણાયેલો દેખાય છે.
૨) ઉણોદરી - ગૃહસ્થ વહોરાવે તેટલું જ વાપરવું, દરેક ગૃહસ્થને ખ્યાલ તો ન જ આવે કે હજી વધુ લાભ મળી શકશે કે નહીં ? માટે ઉણોદરી હોવા છતાં ક્યારેય ફરીથી ગોચરી વ્હોરી નથી.
૩-૪) વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ - પ્રભુ વીરના જીવનની પ્રસિદ્ધ ઘટના, રાજકુંવરી હોય-માથે મુંડન હોય-હાથમાં બેડી હોય-આંખમાં આંસુ હોય, સુપડામાં બાકુળા હોય, અક્રમનો તપ કર્યો હોય તોજ મારે ભિક્ષા લેવી, આવો અભિગ્રહ ૧,૨,૩ દિવસે નહીં પણ ૫ મહિના ૨૫ દિવસે પૂર્ણ થયો...
આ ઉપરાંત જ્યાં ભિક્ષા વ્હોરવા જાય ત્યાંથી ક્યારેક ખીર તો ક્યારેક રોટલો... જે મળ્યું-જેવું મળ્યું-જેટલું મળ્યું કે ન મળ્યું બધો જ સહર્ષ સ્વીકાર... ગોચરી વાપરે છે, છતાં કોઇ દ્રવ્યની અપેક્ષા નથી, કોઇ પ્રમાણની અપેક્ષા ય નથી, મતલબ કોન્ટીટી-ક્વોલીટીની અપેક્ષારહિતની ભિક્ષા.
૫) કાયક્લેશ – ધર્મધ્યાન-શુક્લધ્યાનમાં રાચતા તીર્થંકરો પણ પોતાના સાધનાકાળમાં દેવતા દ્વારા-મનુષ્ય દ્વારા-તિર્યંચો દ્વારા જે જે ઉપસર્ગો આવ્યા, તે બધાને સમ્યગ્ રીતે સહન કરે છે. પ્રભુ વીર ઉપર થયેલા સંગમના અને ગોવાળીયાના અતિભયંક૨ ઉપસર્ગોના વર્ણન સાંભળીને જો આપણું પણ કાળજુ
૨૪ ૦૨.