________________
એટલા માટે કલ્યાણ નથી થતું કારણકે આ બધા છેવટે તો એના દેહાધ્યાસના પોષક જ બને છે. જ્યારે શરીરને પ્રતિકૂળ એવા-બાહ્યતપરૂપી લાંઘણો-સાધનાઓ દેહાધ્યાસરૂપી તાવના નાશનું કારણ બની આત્મદર્દીની નિરોગીતાને ઉત્પન્ન કરવાનું અતિમહત્ત્વનું-પાયાનું કાર્ય કરે છે... શાસ્ત્રમાં તો સામગ્રીના ત્યાગ વગર તેમાં ઉત્પન્ન થતી આકર્ષણની વૃત્તિનો ત્યાગ લગભગ અસંભવિત બતાવ્યો છે, અને પ્રતિકૂળતાને સહન ર્યા વગર પ્રતિકૂળતામાં દુઃખ તરીકેની માન્યતાનો નાશ કોઇપણ કાળે થવો અસંભવ છે...ભરત ચક્રવર્તી-વલ્કલચીરીએ ભલેને તે ભવમાં બાહ્ય કષ્ટ ન'તા સહ્યા, પણ પૂર્વભવમાં બાહ્ય કષ્ટો સહીને અત્યંત૨ તપ કરવાની પાત્રતા પેદા કરેલી, જો અત્યંત૨ તપ સર્વોત્કૃષ્ટ છે, તો તે આચરવા જરૂરી પાત્રતા પણ ઉત્તમ અને અઘરી જ રહેવાની. માટે બાહ્યતપ તે પાત્રતાને પુષ્ટ કરવા માટે કરવાનો છે.
સાધનાના વાસ્તવિક પગથિયા ક્રમશઃ આ રીતે છે.
૧) આસક્તિને તોડવાના લક્ષપૂર્વક મનથી યા કમનથી પણ અનુકૂળ સામગ્રીનો / સંબંધનો ત્યાગ.
૨) સહનશીલતાને વિકસાવવાના લક્ષપૂર્વક મનથી યા કમનથી પણ પ્રતિકૂળ સામગ્રીનો | સંબંધનો સ્વીકાર.
આના ફળસ્વરૂપે જીવનું સત્ત્વ ઉંચકાશે-અને તેથી
૩) પ્રતિકૂળતાની હાજરી કે ગેરહાજરી હોય, અનુકૂળતાનો સ્વીકાર હોય કે ત્યાગ હોય, પણ તમામ અવસ્થામાં દેહાધ્યાસની ગેરહાજરી, વૈરાગ્યસહિષ્ણુતાસભર અંતઃકરણ થશે, જેના પ્રભાવે સતત કર્મનિર્જરા થશે.
ઉદા. ભરતચક્રવર્તી-બંધકમુનિ-પૃથ્વીચંદ્ર-ગુણસાગર, ગજસુકુમાલાદિ. આમ સૌ પ્રથમ દેહાધ્યાસ તોડવાના લક્ષ્યપૂર્વક બાહ્યતપનું સેવન, તેનાથી અત્યંતરતપ કરવાની પાત્રતાનું પ્રગટીકરણ, ત્યારબાદ અત્યંત૨તપપૂર્વકના બાહ્યતપનું સેવન જે વધુ ઉ૫૨ના અત્યંતરતપનું કારણ બનશે.
આમ, બાહ્યતપ અત્યંતરતપનું કારણ પણ છે-કાર્ય પણ છે. તેથી અત્યંતર તપને ઉત્પન્ન કરવાનું અને પુષ્ટ કરવાનું કારણ બાહ્યતપ છે.
બાહ્યતપ આત્મઘરમાંથી દોષોને દૂર કરતી સાવરણી છે તો અત્યંતરતપ આત્મઘરમાં ગુણરૂપી રંગોળી પૂરી તેને સજાવનાર છે, આમ એક દોષ
૨૩ 22.