________________
શારીરિક કષ્ટ ઉઠાવવાની તૈયારી ઘટવા માંડી, સુપાત્રદાનના ભાવો વધ્યા, ધર્મના ભાવો વધ્યા, પણ કાયાને સાચવીને કરવાનું હોય તો જ આવું પણ ક્યારેક બને છે...
૬) પરમાત્માના શાસનના સૂત્રો ગોખવામાં-પુનરાવર્તન ક૨વામાં કંટાળો આવે છે. [૨ાતના પાઠશાળા હોય તો મન કહે છે દીવસભરના કામથી શરીર થાક્યું છે માટે ગાથા કરવામાં મજા નહીં આવે, સવારના પાઠશાળા હોય તો મન કહે છે-સવારે વ્હેલા ઉઠાતું જ નથી માટે નહીં ફાવે અને] સામે પક્ષે કોઇને પ્રતિબોધ ક૨વો, ધર્મની પ્રેરણા કરવી, ઉપદેશ આપવો કોઇ ધાર્મિક Programme નું સંચાલન કરવું વગેરેમાંતો જીભની સફળતા માને છે, સવારે કે રાતે ગમે ત્યારે આવો મોકો મળે તો છોડતા નથી. કારણકે પોતાની વિશિષ્ટતા દેખાડવાની તક મળે છે, પોતાની પ્રતિભાથી લોકોને આર્જિ શકાય છે. ૭) ધર્મ અંગે જાણવાની જિજ્ઞાસા વધી છે, How-Why ના પ્રશ્નો ઉઠે છે, પણ સામે પક્ષે ક્રિયાનો કંટાળો આવવાથી, ગુરુ પાસે જઇ વિધિપૂર્વક વંદનાદિ કરી જ્ઞાન ભણવું બોરીંગ (કંટાળાજનક) લાગે છે. પણ સુતા સુતા યા મોંમાં ખાવાનું રાખી મસ્તીથી net પર કે Jain વેબસાઇટ પરથી જ્ઞાન મળી જતા પોતાની જાતને ધન્ય માને છે.
આમ, ધર્મપ્રવૃત્તિઓ વધી, પણ સાવધ ન રહેનાર જીવને તો તે દેહાધ્યાસની પુષ્ટિનું અથવા સંસારિક ભાવોની પુષ્ટિનું સાધન બને છે, માટે જ શરીરને વિવેકપૂર્વક કષ્ટ આપ્યા વગર દેહાધ્યાસ તુટશે નહીં, દેહ સાથે-અભેદપણાનો ભાવ | મારાપણાનો ભાવ તુટશે નહીં અને તેના વગર કર્મો ખપશે નહીં, માટે અત્યંતર તપના લક્ષપૂર્વકનો બાહ્યતપ પણ એટલોજ આવશ્યક છે. તાવના દર્દીને તાવની હાજરીમાં વપરાવાતો પુષ્ટિકારક શીરો વ્યાધિની વૃદ્ધિ કૈરનારો બને છે, પણ તાવના દર્દીને તાવની હાજરીમાં લાંઘણ કે કડવા ઉકાળા જ વ્યાધિ- નાશનું કારણ બને છે...
તેવીજ રીતે દેહાધ્યાસથી પીડાતી વ્યક્તિ કષ્ટદાયક બાહ્યતપ છોડી ધ્યાનાદિ અત્યંત૨ તપ તરફ આકર્ષાય છે જેથી શરીરને કશી પીડા વિના ઊંચી ભૂમિકાનો-ધર્મ સાધ્યાનો મિથ્યાસંતોષ લઇ શકાય ! વળી તેઓ વચનથી પણ વીતરાગતા-અનાસક્તતા વગેરેની વાતાનો સાથિયા પૂરે છે... પણ આ બધાથી
2.
૨૨