________________
ધ્રુજી જાય છે, તો સહન કરનાર તે પરમાત્માની પોતાના દેહ પ્રત્યેની ઉદાસીનતા, અનાસક્તિ કેટલી ઉત્કૃષ્ટ હશે તે સમજી શકાય છે. આત્મકલ્યાણના ક્ષેત્રમાં દેહદમનનું કોઇ મૂલ્ય નથી કે આવશ્યકતા નથી એમ કહેનારા માટે પરમાત્માનો સાધનાકાળ લપડાક સમાન બને છે, આ ઉપરાંત ઉપસર્ગો રહિત કાળમાં પણ ભૂખ-તરસ-ઠંડી-ગરમી-ચર્યા વગેરે રર પરીષહો પણ તીર્થકરો અવિરત સહન કરે છે.
खुहा पिवासा सी उण्हं दंसा चेलारइथिओ । चरिआ निसीहिया सिज्जा, अक्कोस वह जायणा ।। अलाभ रोग तणफासा, मल सक्कार परिसहा । पन्ना अन्नाण सम्मत्तं, इअ बावीस परिसहा ||
૬) સંલીનતા - પરમાત્માએ ઉપસર્ગો-પરિષહોથી પીડાયેલી કાયાને ક્ષણવાર માટે પણ આરામ નથી આપ્યો. થોડા કલાક એકધાર્યું કામ ક્ય પછીય આપણને Fresh થવા બીજા પ્રવૃત્તિ જોઇએ છે, પણ પ્રભુએ દીક્ષા લીધી ત્યારથી ઇન્દ્રિયોને વશમાં માં રાખી છે, શરીરને પ્રમાદથી મુક્ત રાખ્યું છે, અને કહેવાય છે કે “સાડા બાર વર્ષ જિન ઉત્તમ વીરજી ભૂમિ ન કાયા” કેવી અદ્ભુત સાધના ! પ્રભુ વીર ૧૨ વર્ષમાં ક્યારેય પલાઠી વાળીને બેઠાય નથી; ક્યાં તો કાયોત્સર્ગમાં ઉભા હોય અથવા અલગ-અલગ આસનોમાં હોય, ક્યાંય શરીરને-ઇન્દ્રિયોને પોષવાની વાત જ નહીં. (આમ, ક્યાંય ઇન્દ્રિયો અને શરીરને બિનજરૂરી કાર્યમાં જવા દીધી નથી) અને તેથીજ માનવું પડે કે સ્વાધ્યાય-ધ્યાનાદિ-અભ્યતર તપ જ માત્ર મુક્તિનું કારણ છે તેવું નથી. પણ બાહ્યતપ પણ તેટલો જ મુક્તિ મેળવવા સહાયક છે.
બાહ્યતપથી પુષ્ટ થતો અત્યંતરતા જ મુક્તિનું અવંધ્યબીજ બને છે, આમ છતાં પણ લોકોત્તર શાસનમાં વ્યક્તિભેદે-સંયોગોના ભેદ-પાત્રતાના ભેદે ક્યાંક માત્ર બાહ્ય, ક્યાંક માત્ર અત્યંતર તો ક્યાંક ઉભયતપ કરવાનું સૂચન કર્યું છે, તેથી ક્યારે ક્યો તપ કરવો ? કેવી રીતે કરવો-તેની પદ્ધતિશરતો જાણવી અતિ જરૂરી બને છે.