________________
ઢોલનગારાનો અવાજ ? આમ કહી હસતા-હસતા રીસેપ્શનીસ્ટ ચાલ્યો ગયો... વાત પણ સાચી જ છે ને ? ઢોલનગારાના અવાજથી ત્રાસેલા આત્માને પીપુડાનો અવાજ તો મીઠો જ લાગે ને ? બસ તેમ નરક-તિર્યંચગતિના દુઃખોથી ગભરાયેલા-ત્રાસેલા જીવને સાધનાનું કષ્ટ-તપ દ્વારા થતું શરીરનાં દમનનું કષ્ટ તો મીઠું જ લાગે ને ? અનંતકાળ સુધી સંસારમાં રહીને જે કષ્ટો ભોગવવાના છે, તે સામાન્યકષ્ટ દ્વારા ભોગવાય તો, આવો સોદો કોને ન ગમે ? લાખનું દેવું લેણદાર માત્ર ૧૦૦ Rs. લઇ માફ કરી દે, તો ૧૦૦ Rs. જાય તેની વેદના કે લાખ બચી ગયા તેનો આનંદ ? આવા તપના આચરણમાં શા માટે પ્રમાદ કરવો ? અથવા તો આવા તપની મહત્તા શા માટે ઓછી અંકાય ? કષ્ટમય તપને મોક્ષનું કારણ કેમ ન મનાય ?
वरं मे अप्पा दंतो संजमेण तवेण य । माऽहं परेहिं दम्मतो बंधणेहिं वहेहिं य ।। अप्पा चेव दमेयवो अप्पा खलु दुदम्मो, अप्पा दंतो सुही होई, अस्सिं लोए परत्थ य ||
૧) બીજા દ્વારા મારવાથી કે બંધન (જેલમાં પૂરવા વિ.) દ્વારા નિયંત્રિત કરવું, તેના કરતાં તો સંયમ અને તપ દ્વારા મારા આત્માનું નિયંત્રણ થાય તે શ્રેષ્ઠ છે, તે સારું છે.
૨) આત્મા ખરેખર બહુ જ કષ્ટથી નિયંત્રિત કરી શકાય છે, પરંતુ આત્માનું જ દમન કરવું જોઇએ, કેમ કે નિયંત્રિત થયેલો આત્મા જ આલોક અને પરલોકમાં સુખી થાય છે.
કર્મસત્તાનો-મોહસત્તાનો લોખંડી માર ખાવા કરતા સંયમ અને તપની લાકડીના માર જાતે ખાઇ લઇ શૂળીની સજા સોયથી પતાવવી વધુ ઉચિત છે, વધુ ફાયદાકારી છે-વધુ આવશ્યક પણ છે અને મોટા શાણપણનું સૂચક છે.
જો આ ભવમાં સંયમ અને તપ દ્વારા પોતાનું દમન ન ક્યું, તો અનંતા પરભવોમાં વધ-બંધન-તાડન વગેરે દ્વારા ઘોરાતિ ઘોર કષ્ટ સહન કરવાનું booking થઇ ગયું સમજો.. શાસ્ત્રના પાને આવતું શશિપ્રભ રાજાનું ઉદાહરણ – ભાઇ રાજા સુરપ્રભ દ્વારા સમજાવાયેલો છતાં દેહની આસક્તિમાં મસ્ત થઇ ચિક્કાર પાપોનું સેવન કરી નરકમાં ઉત્પન્ન થાય છે. સાધના કરીને