________________
પ્તિના સુખનું જ કારણ બને છે, તેમ તપમાં સહન કરવા પડતા કષ્ટો કર્મનિર્જરા દ્વારા મુક્તિનું કારણ બનવાથી દેખીતી પીડા આપવા છતાં અત્યંતર આનંદ અને સ્વસ્થતાના જ જનક છે માટે કષ્ટદાયક તપ પણ મુક્તિનું કારણ બની શકે છે...
શાંતિપ્રિય ચુનીલાલ વેકેશન ગાળવા હિલસ્ટેશને દર વર્ષે જાય, કારણ સતત વ્યસ્ત જીવનની ધમાલથી કંટાળેલા ચુનીલાલને Public અને ઘોંઘાટ ઓછો ગમે. પ્રકૃતિ અને પોતે... જો આવી શાંતિ મળે તો ચુનીલાલ રાજી... પણ દિવસે-દિવસે ચુનીલાલની પરિસ્થિતિ કફોડી થવા માંડી, કારણ vacation માં હિલસ્ટેશન પર તો Public નો રાફડો ફાટવા માંડ્યો હતો. માટે ચુનીલાલે નવોજ રસ્તો શોધ્યો. આંદામાન-નિકોબારના ટાપુ પર vacation ગાળવા પોતે ત્યાં પહોંચી ગયો. સ્પેશ્યલ પ્લેનમાંથી ઊતર્યા બાદ વિજય મેળવ્યો હોય તેવી અદામાં ચુનીલાલ હોટલ પર પહોંચ્યો. બાજુમાં જ જંગલી આદિવાસીઓની ચિક્કાર વસતી, ચુનીલાલ હોટલ પર પહોંચ્યો, ત્યારે પીપુડાનું ધીમું ધીમું music ચાલતું હતું, ચુનીલાલને ગમ્યું નહીં, પણ ધીમું હતું. થોડીવારમાં બંધ થઇ જશે તેમ માની મનને વાળી લીધુ. Room લીધી સામાન ઉતાર્યો-ફ્રેશ થયો-બ્રેકફાસ્ટ-આજુબાજુ પર્યટન-લંચ-આરામ, ડીનર... બધુ પત્યું, સુવાનો ટાઇમ થયો, પણ પીપુડાનો અવાજ બંધ ન થયો. મગજ ખૂબ તપ્યું, પોતાનું vacation ઘોંઘાટમય બની ગયાની વેદના પારાવાર હતી, પણ લાચાર હતો, ચુનીલાલને પાછા જતા રહેવાની ઇચ્છા ય થઇ ગઇ, પણ પ્લેન ૧૦ દિવસ પૂર્વે આવતું જ ન'તું: જમ-તેમ આંટા મારીને રાત પસાર કરી. સવારે લાલચોળ થઇ રીસેપ્શનીસ્ટને કોલરેથી પકડી-ધમકાવી નાખ્યો અને પૂછ્યું-આટલા સતત અવાજ વચ્ચે જીવાય કેવી રીતે ? આ music ક્યારે બંધ થશે ? સામેથી જવાબ આવ્યો-સર !! અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ અવાજ કાયમ ચાલે... (દાઝયા પર ડામ આપે તેવો જવાબ સાંભળી) ચુનીલાલ ગરમ થઇને બોલ્યો-કારણ ? –સર, આ જંગલના આદિવાસીઓનો નિયમ છે કે ૧૫ દિવસ સળંગ પીપુડીનો અવાજ વગાડે પછી ૧૫ દિવસ ઢોલ-નગારાનો.. એટલે ? પીપુડીનો અવાજ બંધ થયો તો સમજજો કે ઢોલનગારાનો અવાજ ચાલુ થઇ ગયો.. બોલો Mr. chunilal, તમે પીપુડીના અવાજને પસંદ કરશો કે