________________
'તપની આવશ્યકતા અને બાહ્ય-અત્યંતર
તપ ઉભયની પરસ્પર સાપેક્ષતા.
બૌદ્ધો એમ માને છે કે મોક્ષ સુખરૂપ છે-તપ કષ્ટરૂપ છે તો દુઃખરૂપ તપ સુખરૂપ મોક્ષનું કારણ કેમ બને ?
તેઓ માને છે કે શરીરને-મનને આનંદિત રાખવાથી આત્માને પણ આનંદ મળે છે-કારણમાં આનંદ હોય તો કાર્યમાં આનંદ આવે.. અને દેહમન મોક્ષ મેળવવાના સાધન | કારણ છે માટે તેઓ કહે છે.
मणुन्नं भोयणं भुच्चा, मणुनं सयणासणं । मणुन्नंमि अगारम्मि मणुन्नं झायए मुणी ।।
મનપસંદ ભોજન આરોગી-મનગમતી અનુકૂળ શયામાં-મકાનમાં રહેલો મુનિ મનોજ્ઞ (મોક્ષસુખને લાવનારા) ધ્યાનને કરે છે.. સાવ છીછરી દ્રષ્ટિમાં રાચતા બૌદ્ધોને જોઇને જ પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજય મ.સા. જ્ઞાનસાર ગ્રંથમાં જણાવે છે કે,
इत्थं च दुःखरूपत्वात्, तपो व्यर्थमिति इच्छताम् । बौद्धानाम् निहता बुद्धिबौद्धानन्दाऽपरिक्षयात् ।।
મોક્ષ સુખસ્વરૂપી છે, પણ તે સુખ દોષોના નાશથી પ્રગટ થાય છે, નહીં કે શરીર-ઇકિયાદિને અનુકૂળ વર્તવાથી.. જીવે પણ સુખ મેળવવા મહેનત સુખને પ્રગટાવવા અંગે નથી કરવાની, પણ મહેનત દોષોનો નાશ કરવા અંગે કરવાની છે, કાંટાથી કાંટો નીકળે, તેમ દોષ દુઃખસ્વરૂપી હોવાથી સાધનાનું કષ્ટ મળવાથી દોષ દુર થાય છે.
ઢંકાયેલા સૂર્યનો પ્રકાશ મેળવવા બીજો પ્રકાશ જરૂરી નથી પણ પવનનો ઝપાટો જ કાફી છે. તેમ આત્માના સુખના સૂર્યને પ્રગટ કરવા શારીરિકાદિ અન્ય સુખાદિ નહીં પણ સાધનાનો ઝપાટો જ જરૂરી છે. વળી ધનવાનને ધન કમાવવા માટે સહન કરવા પડતા કષ્ટો કષ્ટ તરીકે નહીં પણ સુખ તરીકે લાગે છે, ૯ મહિના બાળકને ગર્ભમાં ધારણ કરવાની તથા પ્રસૂતિના સમયની તીવ્ર વેદના પણ સ્ત્રી માટે આનંદનું જ કારણ બને છે, પગમાં પેસી ગયેલો કાંટો કાઢવા માટે સહન કરવો પડતો સોયનો ઘા દુઃખમુક્તિ તથા સ્વાથ્યપ્રા