________________
તિર્યંચને પણ સદ્ગતિ અને સન્મતિનું દાન કરી શકે, આ પ્રભાવ છે સમજણપૂર્વક કરાતા તપધર્મનો...
આમ, (જેમ) ઇચ્છાનિરોધ એ જૈન તપની મૌલિકતા છે તેમ અનશન નામના તપના પેટાભેદમાં આવતા અદ્ધા પચ્ચકખાણો, ભરપેટ ભોજન છતાં આસક્તિનું નામનિશાન નહી-આવું આયંબિલ વગેરે પણ જેનધર્મ સિવાય ક્યાંય જોવા નહીં મળે. અન્ય ધર્મોમાં બહુ બહુ તો અમુક દ્રવ્યોનો ત્યાગઅમુક ટંકનો ત્યાગ અથવા સંપૂર્ણ ભોજનનો ત્યાગ જોવા મળશે. પણ શરીરને ટેકો આપીને પણ આસક્તિનો ખાતમો બોલાવતો આયંબિલનો તપ, નાની બાળવયમાં અને વૃદ્ધવયે પણ જેને સરળતાથી આચરી શકાય તેવા અદ્ધાપચ્ચકખાણો સર્વજ્ઞકથિત શાસનમાં જ જોવા મળે છે... અન્યધર્મીઓ અમુક નિયત ટંકે ભોજન કરે પણ ભોજનનો સમયગાળો ચોક્કસ નહીં.. જ્યારે આપણે ત્યાં મર્યાદિત સમયમાં એકાસણા બિયાસણા પૂર્ણ કરવાના હોઇ જીભની આસક્તિને પુષ્ટ થવાના ચાન્સ ઘટી જાય છે... આ અંગે વિશેષ માહિતી “તપના ભેદ” માં આપેલ છે.
વિક ૧૪
. .