________________
ઉપરના રાગને લીધે સહન કરી લે છે. જેવી રીતે ૧) પૃથ્વી- બધાનું બધું જ પૃથ્વી સ્વભાવથી સહન કરી લે છે. ૨) માતા-બાળકના દુર્વર્તનને પણ માતા નેહરાગને કારણે સહન કરી લે છે, આમાં, ક્યાંય આત્મકલ્યાણની ઝંખના હોતી જ નથી. આમ, રાગ પુષ્ટ થવાને લીધે હુસતું મોં રાખી સહન કરી લેનાર પણ વાસ્તવિકમાં તપસ્વી નથી, સહનશીલ તરીકે પોતાની ઇન્દ્રિયોનું પોતાની કુવૃત્તિઓનું દમન કરનારો નથી.
૩) સમજણથી સહન કરવું – અજ્ઞાન અને આસક્તિના ઉદયમાં પાપ થઇ જાય તેમાં કાંઇ નવાઇ નથી, પણ તે પાપોના ઉદયમાં સમજણપૂર્વક તેના વિપાકોને સહન કરવા અથવા આસક્તિના ત્યાગપૂર્વક સાધના દ્વારા તેને ખપાવી દેવા તે સૌથી વધુ પરાક્રમી કાર્ય અને આશ્ચર્યજનક કાર્ય છે.... યાદ આવે અર્જુનમાળી.. યક્ષના પ્રભાવથી ચિક્કાર હિંસા કરી હતી, તે હિંસાને કારણે ઘોર-કર્મો ઉપાર્જિત કર્યા-પ્રભુવીરના અને સુદર્શનશેઠના પ્રભાવે સન્માર્ગે સ્થિર થયા-સાધનાના પંથે આવ્યા-લોકો દ્વારા ત્રાસ, પરેશાની, ઉપસર્ગો અને પથ્થરમારાનો વરસાદ વરસ્યો. પણ જ્ઞાનનો દીપક પ્રગટી ગયો હતો. સ્વસ્થતાપૂર્વક સહન કર્યું અને હજારો પંચેન્દ્રિય જીવોની હત્યા કરનારા તેજ ભવ માં માત્ર ૬ મહિનાના સમજણપૂર્વકના તપને આરાધી કેવલી બની ગયા. આ છે પ્રભાવ તપનો...
યાદ આવે ચંડકોશીયો... આવેશમાં આવી પ્રભુ વીરને પણ ડંખ મારી બેઠો, ત્યારબાદ પ્રભુની કૃપાથી ઉપશમભાવનો ઉજાસ થયો અને બીલમાં મોં છુપાવી દીધું, મારી આંખો કોઇની પર પડે તો તેના મોતમાં-દુ:ખમાં હું નિમિત્ત બને ને ? ૧૫ દિવસ લગાતાર અનશન + સંલીનતા + કાયક્લેશ નામનો તપ ર્યો, કીડીઓનો હુમલો થયો, કીડીઓએ શરીર ફોલી ખાધું, પણ કાયક્લેશ એટલી સમતાથી, સમજણથી સહન ર્યો કે ૮ મા દેવલોકમાં (૧૮ સાગરોપમ આયુષ્યવાળા) સ્થાન મળી ગયું. સાપના ભવમાં ડંખ મારી લોકોને મોતભેગા કરવા તે આશ્ચર્યકારી ઘટના નથી, પણ સાપના ભવમાં આ રીતે સહન કરવું તે જબરદસ્ત આશ્ચર્યકારી બાબત કહેવાય.... તિર્યંચના ભવમાં પોતાની દ્વેષની ગ્રંથિઓ તોડી નાખવી તે આશ્ચર્યકારી ઘટના છે....