________________
વાની જ લાલસા, એકાંતે સુખનો રાગજિનશાસનમાં પ્રતિકૂળતાના દ્વેષને જેમ સંક્લેશ માન્યો છે તેમ અનુકૂળતાના રાગને પણ સંક્લેશ કહયો છે. માટેજ દેખીતો ઉગ્રતા હોવા છતા પણ દીલમાં જીવો પ્રત્યે-પ્રેમનું ઝરણું પણ પ્રગટયું ન'તું અને તેથીજ પાર્શ્વકુમારે સળગતા લાકડામાંથી સાપને કઢાવ્યો ત્યારે પશ્ચાત્તાપની જગ્યાએ-અહં પર ઘા વાગ્યો છે, લોકોમાં અવમૂલ્યાંકન થવાથી પાર્શ્વકુમાર માટેનો તિરસ્કાર-દ્વેષનો અગ્નિ અંગે-અંગમાં વ્યાપી ગયો છે, પાકુમાર રાજકુમાર છે, પોતે નિઃસહાય છે, માટે સામો કષાય પણ શું કરી શકે ? માટે પ્રવૃત્તિમાં પ્રતિકાર નથી, પણ વૃત્તિમાં તો સંક્લેશ રૂપી પ્રતિકાર છે જ. માટે જ મૃત્યુ પામી દેવ બને છે, પણ શાસ્ત્રમાં તેને સદ્ગતિ નહીં, દુર્ગતિ તરીકે ગણાવી છે.. દેવગતિ પુણ્યથી મળે, પણ ઘણા જીવો એવા હોય છે, જેનું સાત્ત્વિક પુણ્ય ન હોય અને ઢગલે ઢગલા કુસંસ્કારો જેના આત્મામાં પડેલા હોય, તેને પુણ્યના ઉદયથી મળેલી પણ દેવગતિ તેના માટે તેવકુમારૂં શબ્દથી શાસ્ત્રમાં વર્ણવી છે.. આતુર-પ્રત્યાખ્યાન પયત્રામાં જણાવ્યું છે કે
कंदप्पदेवकिब्बिसिआभिओगा आसुरी य संमोहा । ता देवदुग्गईओ मरणंमि विराहिए हुंति ।।
કમઠની વૃત્તિમાં સંક્લેશ પડેલો હતો, માટે દેવગતિમાં થોડીક શક્તિપુણ્ય મળતાં તરત જ પ્રભુ પાર્શ્વ ઉપર ઉપસર્ગ કરવા આવી ગયો. ગામડામાં ગરીબીમાં જીવતા બે મિત્રોમાંનો એક શહેરમાં જઇ શ્રીમંત બની પોતાના બીજા મિત્રને ભૂલી જાય તો કહેવાય કે ધન મળ્યું પણ પચ્યું નહીં... બસ કમઠને પણ અજ્ઞાનકષ્ટથી ઘોરતપથી દેવગતિ મળી ગઇ, પણ ફળી નહીં, પુણ્ય ઉદયમાં આવી ગયું પણ ફળ્યું નહીં, કારણ એક સંક્લેશને જ જીવંત રાખીને સહન કરવાને કારણે તેને સદ્ગતિને સજાવતી પાત્રતાનું બીજ બાળી નાંખેલુ... આમ, ગમે તેવો ઉગ્ર અને ઘોર તપ હોય પણ સંક્લેશપૂર્વક સહન કરનારની જિનશાસનમાં કાંણી કોડીની પણ કિંમત નથી..પ્રવૃત્તિના પાપને પાપ તરીકે સૌ કોઇ માને છે, પણ વૃત્તિના પાપોને પાપ તરીકે માની વૃત્તિને સુધારવાના આશયથી કરાતો તપ શુદ્ધધર્મ છે.
૨) સ્વભાવથી સહન કરે - ઘણાનો સ્વભાવ જ એવો હોય છે કે તે સામેવાળાના ખરાબ વર્તનને પોતાના ઉદારસ્વભાવથી કે સામેવાળી વ્યક્તિ